Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

IPL -2018 :ક્વોલિફાયર-2 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 13 રને વિજય; હવે ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ સામે ટકરાશે

 

કોલકાતાઃ આઈપીએલની 11મી સિઝનની ક્વોલિફાયર-2 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 13 રને વિજય થયો છે.હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેચમાં રાશિદ ખાને ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. હવે ફાઇનલમાં તેનો મુકાબલો મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ સામે છે.

    આજે મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આઈપીએલ 2018ની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 175 રનનું લક્ષ્ય આપ્યું હતું.

કોલકાતાએ ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટનાં નુકસાને 174 રન બનાવ્યા હતા. હૈદરાબાદનાં રાશીદ ખાને છેલ્લા 10 બોલમાં 34 રનની તોફાની રમત રમી હતી. તેણે ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. હૈદરાબાદનાં રીદ્ધીમાન સાહાએ સૌથી વધારે 27 બોલમાં 35 રન બનાવ્યા. શાકીબ અલ હસને 28  અને દિપક હુડ્ડાએ 19 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા માટે કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી. જ્યારે પીયૂષ ચાવલાઅને નરેન અને શિવમ માવીએ એક એક વિકેટ ઝડપી હતી

 

(11:15 pm IST)