Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી રોનાલ્ડિન્યો પોતાની બબ્બે ગર્લફ્રેન્ડને પરણશે !

રિયો ડી જેનેરિયોઃ બ્રાઝિલના જાણીતા ફૂટબોલ ખેલાડી પોતાની બબ્બે ગર્લફ્રેન્ડ સાથે ટૂંક સમયમાં લગ્નગ્રંથીથી જોડાઇ જશે. દિગ્ગજ ફૂટબોલ ખેલાડી રોનાલ્ડિન્યો ટુંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે, પરંતુ એક નહી બે. જીહાં, રોનાલ્ડિયો આ વર્ષે ઓગષ્ટમાં પોતાની બંને ગર્લફ્રેન્ડ પ્રિસ્કિલા અને બીટરિજ સાથે એક સાથે લગ્ન કરશે.

મળતી માહિતી મુજબ, 38 વર્ષનો રોનાલ્ડિન્યો ડિસેમ્બરથી બંને સાથે રિયો ડી જેનેરિયોમાં પોતાના મેંશનમાં રહે છે. ક્યારે પણ લગ્ન નહીં કરવાનું વચન લેનાર આ દિગ્ગજ ફૂટબોલ ખેલાડીનું દિલ બદલાઈ ગયું અને હવે તે બંને ગર્લફ્રેન્ડ સાથે હંમેશા માટે એક સંબંધમાં બંધાવા જઈ રહ્યો છે. રોનાલ્ડિન્યો પ્રિસ્કિલા કોલોહો સાથે છેલ્લા કેટલાક સમયથી સંબંધમાં હતો, પરંતુ 2016માં તે બિટરીજને મળ્યો અને તેની સાથે પણ પ્રેમ થઈ ગયો. ત્યારબાદ તેણે પોતાની બંને ગર્લફ્રેન્ડને આ સંબંધ આગળ વધારવા કહ્યું, અને બંને આ મામલે સહમત થઈ ગઈ.

બ્રાઝિલિયન કોલમનિસ્ટ લિયા ડિયાસ અનુસાર રોનાલ્ડિન્યો પોતાની બંને ગર્લફ્રેન્ડને પોતાના પર્સનલ ખર્ચ માટે લગભગ 1500 પાઉન્ડ એટલે કે, 1.36 લાખ રૂપિયાથી વધારે આપે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષના શરૂઆતમાં જ રોનાલ્ડિન્યોએ પોતાના શાનદાર ફૂટબોલ કરિયરથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ સ્ટાર ફુટબોલર એપસી બાર્સિલોના, એસી મિલાન અને પીએસજી જેવા મોટા ક્લબો સાથે જોડાયેલો રહ્યો.

બંને ગર્લફ્રેન્ડ વચ્ચે સંબંધ ખરાબ ન થાય, તેના માટે રોનાલ્ડિન્યો બંનેમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી કરતો. બંને માટે આ ફૂટબોલર એક જ પ્રકારની ગિફ્ટ ખરીદે છે. પછી તે પોતાના પ્રવાસમાંથી પરફ્યૂમની કરીદી જ કેમ ન કરે. મળતા સમાચાર મુજબ, રોનાલ્ડિન્યો મોટાભાગની ઈવેન્ટમાં પોતાની બંને ગર્લફ્રેન્ડ સાથે જ જાય છે. માર્ચમાં રોનાલ્ડિન્યો જ્યારે જાપાન ટ્રિપ પર હતો તો તેણે પોતાના ઈંસ્ટાગ્રામ પર કેટલાએ ફોટો અને વીડિયો શેર કર્યા હતા.

જોકે, લગ્નથી તેનો પરિવાર ખુશ નથી, તેનો પરિવાર આનો વિરોધ કરી રહ્યો છે. જેમાં રોનાલ્ડિન્યોની બહેન ડીજીનો સૌથી વિરોધનો સામનો તેણે કરવો પડી રહ્યો છે. રોનાલ્ડિન્યોની બહેને પહેલા જ કહી દીધુ છે કે, તે આ લગ્નમાં શામેલ નહીં થાય.

(5:36 pm IST)