Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સાઉથ આફ્રિકામાં થયેલા બોલ - ટેમ્પરીંગના વિવાદે મને બિમાર કરી દીધો હતો : કમિન્સ

કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં થયેલા બોલ - ટેમ્પરીંગના વિવાદને કારણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમીન્સની તબિયત બગડી ગઈ હતી. કમિન્સે પોતાના સ્પેલને માત્ર પાંચ ઓવરની અંદર જ પુરો કરી દીધો હતો. મેદાન પર મૂકવામાં આવેલી મોટી સ્ક્રીન પર કેમરન બેનક્રોફટને બોલ સાથે ચેડા કરતો દેખાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ વિવાદે સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. કમીન્સે કહ્યું હતું કે મને યાદ છે કે એ વખતે મોટી સ્ક્રીન પર બધુ દેખાડવામાં આવતુ હતું. ત્યારબાદ મારી તબિયત બગડી ગઇ હતી. મારા પેટમાં કંઈક થવા લાગ્યુ હતું. હું વિચારી રહ્યો હતો કે આ શું થઈ રહ્યુ છે. બીજા દિવસે જયારે હું ઉઠ્યો અને મારો ફોન જોયો તો હું હેરાન હતો. આવી પ્રતિક્રિયા મેં અગાઉ કયારેય નહોતી જોઈ. વડાપ્રધાન પણ આ વિવાદ પર ટિપ્પણી કરી રહ્યા હતા.

(3:50 pm IST)