Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સાઉથ કોરીયામાં યોજાયેલ પ્‍યોંગયાંગ વિન્‍ટર ગેમ્‍સનું આજે થશે સમાપન : મેડલ ટેલીમાં નોર્વેના દબદબો

પ્યોંગચાંગ: સાઉથ કોરિયાના પ્યોંગચાંગમાં યોજાયેલી વિન્ટર ગેમ્સનું આવતીકાલે સાંજે સમાપન થશે. ભારતીય સમય પ્રમાણે સાંજે ૪.૩૦ વાગ્યાથી સમાપન સમારંભનો પ્રારંભ થશે, જેમાં રંગારંગ કાર્યક્રમની સાથે સાથે ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં પ્રજ્જવલિક કરાયેલા અગ્નિને શમાવી દેવામાં આવશે અને ઓલિમ્પિક ફ્લેગ ઉતારીને સમ્માન સાથે ૨૦૨૨ના વિન્ટર ગેમ્સના યજમાન બેઇજિંગને સોંપવામા આવશે. સમાપન સમારંભમાં બેઇજિંગના આયોજકો તેમના કલ્ચરની ઝલક પણ દેખાડશે.

પ્યોંગચાંગ વિન્ટર ગેમ્સના આખરી દિવસે ચેક રિપબ્લિકના રોક સ્ટારની પુત્રી ઈસ્ટર લેડેકાએ સ્નોબોર્ડ બાદ સ્કીઈંગની ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. તેણે  આજે સ્નોબોર્ડ જાયન્ટ સ્લાલોમ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી હતી. ઈસ્ટર લેડેકાએ અગાઉ મહિલાઓની સુપર-જી ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુપર-જી ઈવેન્ટ એ આલ્પાઈન સ્કીઈંગની એક પ્રકારની રેસ છે, જેમાં રેસર ઢાળમાં ટોચ પરથી બરફમાં સરકીને નીચે આવે છે. આ સાથે તે વિન્ટર ગેમ્સમાં બે જુદી-જુદી ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવનારી વિશ્વની માત્ર ત્રીજી અને પ્રથમ નોન-નોર્વેજીયન એથ્લીટ બની હતી.

દરમિયાનમાં નોર્વેએ રેન્કિંગમાં દબદબો જાળવી રાખ્યો હતો અને ૧૩ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝની સાથે કુલ ૩૮ મેડલ્સ જીત્યા હતા. જ્યારે ૧૩ ગોલ્ડ જીતવા છતાં ઓવરઓલ ૨૮ મેડલ્સને કારણે જર્મની બીજા ક્રમે રહ્યું હતુ. આજે યોજાયેલી અન્ય ઈવેન્ટમાં મેન્સ ૫૦ કિલોમીટર માસ ક્લાસિકલ ઈવેન્ટમાં ફિનલેન્ડના લીવો નિસ્કાનેને (:૦૮:૨૨.) ગોલ્ડ, ઓલિમ્પિક રશિયન એથ્લીટ એલેક્ઝાન્ડર બોલ્શુનોવે (:૦૮:૪૦.)સિલ્વરમેડલ જીત્યો હતો. સ્પીડ સ્કેટિંગ મેન્સમાં સાઉથ કોરિયાના લી શેઉંગ-હૂને (:૪૩.૯૭) ગોલ્ડ જીત્યો હતો. જ્યારે વિમેન્સમાં જાપાનની નાના તાકાગી (:૩૨.૮૭) ગોલ્ડ જીતી હતી.

(2:49 pm IST)