Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો. આયોજિત ટૂર્નામેન્ટમાં કે.ડી.સી.આર.એ. ટીમ વિજેતાઃ પ્રણવનો તરખાટ

હવે કચ્છના ડી.પી.એસ. મેદાન પર રાજકોટ રૂરલ સાથે મુકાબલો

રાજકોટ, તા. ૨૪ :. કચ્છમાં સૌરાષ્ટ્ર-કચ્છ એસો. રાજકોટ દ્વારા આયોજીત અંડર-૧૪ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દિલ્હી પબ્લીક સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કચ્છ ડિસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસો. ગાંધીધામ અને કચ્છ ક્રિકેટ એસો. ભુજ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કચ્છ ડીસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસો.ના વાઈસ પ્રેસીડેન્ટ અને માજી રણજી પ્લેયર નરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ટોસ ઉછાડવામાં આવેલ. ભૂજે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરેલ. આ અંડર-૧૪ની મેચો ૭૦-૭૦ ઓવર અને બે દિવસીય હતી.

કેસીએ ભૂજ પ્રથમ બેટીંગ કરતા ૮૫.૨ ઓવરમાં ૧૬૬ રન બનાવી ઓલ આઉટ થઈ ગયેલ જેમાં ધ્રુવ ગોસ્વામી ૩૫, પૂર્વ રાઠોડ ૩૫ અને યુગરાજસિંહ જાડેજાના ૨૭ રન મુખ્ય હતા.

કેડીઆરસીએ ગાંધીધામ વતી કપ્તાન જય પ્રકાશ માહતોએ ૫૩ રન આપી ૪ વિકેટએ વરેનયમ ૧૯ રન આપી ૩ વિકેટ ઝડપી હતી.

જવાબમાં કેડીઆરસીએ ગાંધીધામે પહેલા દિવસની મેચ પુરી થઈ ત્યારે ૨૧ ઓવરમાં ૧ વિકેટે ૮૩ રન બનાવેલ જેમાં પ્રણવ થાપા ૫૦ રન બનાવી ક્રિજ ઉપર છે. હરવંશ શૈની ૧૫ રન બનાવી આઉટ થઈ ગયેલ. મનીષ યાદવ ૧૩ રને દાવમાં છે. કેસીએ ભૂજ વતી અવનીશ કેરાઈએ ૧ વિકેટ ઝડપી હતી.

ટોસ વિધિમાં એસો.ના સેક્રેટરી શરદભાઈ શેટ્ટીએ બુકે અને મોમેન્ટો આપી નરેન્દ્રસિંહ જાડેજાનું સ્વાગત કરેલ. એસીએના અંડર-૧૪ના સિલેકટર અને માજી રણજી પ્લેયર બીપીનભાઈ પુજારાનો બુકે અને મોમેન્ટો આપી અશ્વની કચ્છાવાએ સ્વાગત કરેલ.

બીજા દિવસે કેડીઆરસીએના ૮૩ રનથી આગળ બેટીંગ કરતા ૭૦ ઓવરમાં ૨ વિકેટના ભોગે ૪૩૭ રનનો વિશાળ જુમલો બનાવેલ. જેમાં અણનમ બેટસમેન પ્રણવ થાપાના અણનમ ૨૨૧ મુખ્ય હતા. ભૂજના અવનિશ કેરાઈએ ટોટલ ૨ વિકેટ ઝડપી હતી.

ભૂજની ટીમ બીજા દાવમાં ઉતરેલ અને ૩૦ ઓવરમાં ૫૫ રન બનાવી ૩ વિકેટ ગુમાવેલ જેમાં ધ્રુવ ગોસ્વામીના ૧૭ રન મુખ્ય હતા. કેડીઆરસીએ વતી જય પ્રકાશ, હર્ષવર્ધન, પ્રણવ થાપાએ ૧ - ૧ વિકેટ ઝડપેલ.

કચ્છ ડિસ્ટ્રીટ (રૂરલ) ક્રિકેટ એસો. ગાંધીધામે પહેલી ઈનીંગની લીડ ૨૭૧ રનના હિસાબે મેચ જીતી લીધેલ અને બીજો મેચ તા. ૨૪ અને ૨૫ ડીસેમ્બરે ડીપીએસ ગ્રાઉન્ડ ઉપર રાજકોટ રૂરલ સાથે યોજાયેલ છે.

પ્રમુખ શેખરભાઈ અયાચી, નરેન્દ્રસિંહ જાડેજા, અનિલભાઈ સિંધવ, શરદ શેટ્ટી, મુકેશ લખવાણી, રામકરન તિવારી, મદન છતાની, લાલ નાવાણી, અશ્વિની કચ્છાવા, વિજય ગઢવી, કૈલાશ શંકરભાઈ રાઠોડ, વિશાલ થાપા, રાજીવ શુકલા અને એસો. સભ્યોએ પ્રણવ, કાર્તિક અને ટીમને બિરદાવી હતી.

(11:37 am IST)