Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં કમબેક કરશે બુમરાહ- ધવન

નવીદિલ્હીઃ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ દ્વારા જસપ્રીત બુમરાહ અને શિખર ધવન ફરી ટીમમાં કમબેક કરી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝને ઘરઆંગણે વન-ડે સિરીઝમાં ૨-૧થી માતા આપ્યા બાદ ઈન્ડિયન ટીમ હવે શ્રીલંકા સામે પાંચ જાન્યુઆરીથી ત્રણ ટી૨૦ મેચોની સિરીઝ રમશે. આ ટી૨૦ સિરીઝમાં હિટમેન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે, જયારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન ગબ્બર એટલે કે શિખર ધવન કમબેક કરશે. આ ટી૨૦ સિરીઝમાં રોહિત સહિત મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે. શ્રીલંકા સામેની સિરીઝ બાદ ભારત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે મેચની સિરીઝ રમશે.

(11:33 am IST)