Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધોનીએ પૂરાં કર્યાં ૧૫ વર્ષ

નવીદિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગઈ કાલે  પોતાનાં ૧૫ વર્ષ પૂરાં કર્યાં હતાં. ૨૦૦૪ની ૨૩ ડિસેમ્બરે તેણે બાંગલાદેશ  સામેની મેચમાં ડેબ્યુ કર્યું હતું. સોશ્યલ મીડિયામાં પણ ધોનીને લઈને શુભેચ્છાઓનો વરસાદ જોવા મળ્યો હતો. ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ૨૦૧૧નો વર્લ્ડ કપ ૨૮ વર્ષની રાહ જોયાં બાદ પોતાના નામે કર્યો હતો. રવિ શાસ્ત્રી  સહિત સચિન તેન્ડુલકરે પણ ધોનીનાં વખાણ કર્યાં હતાં. સચિને તો પોતાના ક્રિકેટ કરીઅરમાં ધોનીને બેસ્ટ કેપ્ટન ગણાવ્યો હતો. ધોનીએ ૯૦ ટેસ્ટ, ૩૫૦ વન-ડે અને ૯૮ ટી૨૦ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે જેમાં તેણે અનુક્રમે ૪૮૭૬, ૧૦,૭૭૩ અને ૧૬૧૭ રન બનાવ્યા છે.

(11:33 am IST)