Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગ એમ ત્રણેય ડીપાર્ટમેન્ટમાં મારૂ બેસ્ટ આપવાના પ્રયત્નો કરૂ છું : જાડેજા

કટક : વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ફિંનિશરની ભૂમિકા ભજવનાર રવીન્દ્ર જાડેજાએ ફરી એક વાર મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. આ સિરીઝ ભારતે ૨-૧થી જીતી પોતાનો વિજયરથ યથાવત્ રાખ્યો હતો. જોકે ફેનિશર રવીન્દ્ર જાડેજાએ પોતાના બેબાક અંદાજમાં વાત કરતાં કહ્યું હતું કે તે મેચમાં દુનિયાને સાબિતી આપવા નહીં, પણ પોતાની જાતને સાબિતી આપવા માટે રમે છે. આ વિશે વધુ જણાવતાં જાડેજાએ કહ્યું હતું કે 'મને જયારે પણ તક મળે છે ત્યારે હું મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું. મારે મારી જાતને સાબિતી આપવાની હોય છે કે હું રમવા માટે સક્ષમ છું કે નહીં. મારે બીજા કોઈને કે દુનિયાને સાબિતી આપવાની જરૂરત નથી. બેટિંગ, બોલિંગ કે ફીલિંગ હોય, હું દરેક ડિપાર્ટમેન્ટમાં મારું બેસ્ટ  આપવાની ટ્રાય કરું છું. છેલ્લી મેચમાં પોતાની ગેમ વિશે વાત કરતાં જડુએ કહ્યું હતું કે 'મારી ઇનિંગ ઘણી મહત્ત્વની અને નિર્ણાયક હતી કેમ કે એના પર સિરીઝના પરીણામ આધારિત હતા. હું જયારે ક્રિસ પર આવો ત્યારે મને હતું કે હું વિરાટ સાથે મેચ ફિનિશ કરીશ. બેટિંગ માટે પીચ ઘણી સારી હતી. અમે મેદાનમાં ઘણી ચર્ચા પણ કરતા હતા. બદનસીબે તેની વિકેટ પડી ગઈ હતી અને તેણે મને એક પણ ભૂલ ન કરવાની સલાહ આપી હતી. ખરું કહું તો વિરાટના આઉટ થયા બાદ હું સતત મારી જાતને કહેતો હતો કે મારે છેલ્લા બોલ સુધી રમવું છે. શાર્દુલ જયારે ક્રિસ પર આવ્યો ત્યારે હું તેને એ જ કહેતો હતો કે કોહલી મને કહેતો હતો કે નોર્મલ ગેમ રમજે અને કંઈ પણ ભૂલ ન કરતો કેમ કે વિકેટ સારી છે અને બોલ પણ સારા આવી રહ્યા છે.'

(11:32 am IST)