Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

બાંગ્લાદેશના 17 વર્ષીય નઇમ હસને બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હી:બાંગ્લાદેશના યુવા ઓફ સ્પિનર નઇમ હસન પર્દાર્પણ મેચમાં પાંચ વિકેટ લેનાર યુવા ક્રિકેટર બની ગયો છે. તેની શાનદાર બોલિંગ બાદ વેસ્ટઇન્ડિઝના સ્પિનરોએ પ્રથમ ટેસ્ટમા ટીમની વાપસી કરાવી. મેચ શરૂ થવાના સમયે નઇમની ઉંમર 17 વર્ષ 355 દિવસ હતી, જેણે 61 રન આપી પાંચ વિકેટો લીધી. બાંગ્લાદેશે વેસ્ટઇન્ડિઝને 246 રન પર આઉટ કરીને પ્રથમ ઇનિંગમાં 78 રનની લીડ બનાવી.તેના બેટ્સમેનો જોકે તેનો ફાઇયદો ઉઠાવી શક્યા નહી અને બીજી ઇનિંગમાં તેણે 5 વિકેટ 55 રન પર ગુમાવી દીધી. બીજા દિવસની રમત પૂર્ણ થતા તેમની પાસે 133 રનની લીડ હતી. જોમેલ વારિકૈન અને રોસ્ટન ચેસે બે-બે વિકેટો લીધી, જેની મદદથી વેસ્ટઇન્ડિઝે મેચમાં વાપસી કરી. મુશફિર રહીમ 11 રન બનાવીને ક્રિઝ પર હતો.નઇમે ઓસ્ટ્રેલિયાના પૈટ કમિંસનો રેકોર્ડ તોડ્યો, જેણે પ્રથમ મેચમાં પાંચ વિકેટો લીધી, તેની ઉંમર 18 વર્ષ 193 દિવસ હતી. કેપ્ટન શાકિબ અલ હસન 43 રન આપીને ત્રણ વિકેટો લીધી. આ પહેલા બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગમાં 324 રન પર આઉટ થઇ ગઇ, જેણે આઠ વિકેટ પર 315 રનથી આગળ રમવાનું શરૂ કર્યુ હતું.

(5:22 pm IST)