Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

રણજી ટ્રોફી: ગુજરાતે સૌરાષ્ટ્રને આપી માત

નવી દિલ્હી:કેપ્ટન પ્રિયાંક પંચાલના ૧૪૧ અને ભાર્ગવ મેરાઈના ૧૦૨* બાદ બોલરોના અસરકારક દેખાવને કારણે ગુજરાતે સૌરાષ્ટ્ર સામેની રણજી મેચમાં ચોથા અને આખરી દિવસે નાટકીય જીતની શક્યતા સર્જી હતી. જીતવા માટેના ૩૦૫ના ટાર્ગેટ સામે સૌરાષ્ટ્રે ૮૧/૫ વિકેટ ગુમાવતા તેમના પર હારનો ભય સર્જાયો હતો. જોકે કમલેશ મકવાણા (૭૫ બોલમાં અણનમ બે રન) અને જયદેવ શાહ (૬૮ બોલમાં અણનમ૧૦ રન)ની જોડીએ ૨૨થી વધુ ઓવરો સુધી પીચ પર ટકી રહીને સંઘર્ષ કરતાં મેચને ડ્રો કરાવી હતી.પ્રથમઈનિંગમાં સરસાઈ મેળવનારા સૌરાષ્ટ્રને ત્રણ પોઈન્ટ મળ્યા હતા. જ્યારે ગુજરાતે એક પોઈન્ટ મેળવ્યો હતો. આ પરિણામ સાથે રણજી ટ્રોફીના ગૂ્રપ-એમાં સૌરાષ્ટ્ર ૩ મેચમાં એક જીત અને બે ડ્રો સાથે ૧૨ પોઈન્ટ મેળવીને ટોચના ક્રમે આવી ગયું છે, જ્યારે ગુજરાત પણ ત્રણમાંથી એક મેચની જીત અને બે ડ્રો સાથે ૧૦ પોઈન્ટ મેળવીને બીજા ક્રમે છે. યાદીમાં ત્રીજા સ્થાને કર્ણાટક ૬ પોઈન્ટ સાથે છે.ગુજરાતે ચોથા અને આખરી દિવસે ગઈકાલના ૧૮૭/૧ ના સ્કોરથી આગળ રમતાં બીજી ઈનિંગ ૭૧ ઓવરમાં ૩૨૯/૪ના સ્કોર પર ડિકલેર કરી હતી. ગુજરાતે આજના દિવસની રમતમાં વધુ ૧૪૨ રન કરતાં ત્રણ વિકેટ ગુમાવી હતી. પ્રિયાંકે ૧૪૯ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૪૧ રન કર્યા હતા. જ્યારે ભાર્ગવ મેરાઈએ ૧૨૯ બોલમાં પાંચ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૧૦૨ રન કર્યા હતા. જીતવા માટેના ૩૦૪ના ટાર્ગેટ બાદ સૌરાષ્ટ્રના યુવા ઓપનર હરવિક દેસાઈએ ૧૧૦ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૫૦ રન કરતાં સતત બીજી ઈનિંગમાં અડધી સદી નોંધાવી હતી. સૌરાષ્ટ્રે તબક્કા વાર વિકેટ ગુમાવી હતી, પણ આખરે મેચ ડ્રો થઈ હતી.

(8:03 pm IST)