Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

માન્ચેસ્ટર સિટીએ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં એટલાન્ટાને ૫-૧થી પરાજય આપ્યો

નવી દિલ્હી: રહીમ સ્ટર્લિંગે ૧૧ મિનિટના ગાળામાં નોંધાવેલી હેટ્રિકની મદદથી માન્ચેસ્ટર સિટીએ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં એટલાન્ટાને ૫-૧થી પરાજય આપ્યો હતો. રુસ્લાન માલિનોવસ્કીએ પ્રથમ હાફમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને એટલાન્ટાને ૧-૦થી આગળ કરી દીધી હતી પરંતુ ઇતિહાદ સ્ટેડિયમ ખાતે સર્જિયો એગ્યુએરોએ હાફ ટાઇમ પહેલાં ૩૪મી તથા ૩૮મી મિનિટે બે ગોલ નોંધાવીને માન્ચેસ્ટર સિટીને ૨-૧થી આગળ કર્યું હતું. એગ્યુએરોને બંને ગોલમાં મદદરૂપ બનેલા સ્ટર્લિંગે હાફ ટાઇમ બાદ ૧૧ મિનિટમાં ત્રણ ગોલ નોંધાવીને સિટીનો ૫-૧થી વિજય નિશ્ચિત કર્યો હતો. તેણે વર્તમાન સિઝનની બીજી હેટ્રિક નોંધાવી હતી. સ્ટર્લિંગે ૫૮મી, ૬૪મી તથા ૬૯મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. ગ્રૂપ-સીમાં માન્ચેસ્ટર સિટીનો આ સતત ત્રીજો વિજય છે અને પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે છે. સિટીની ટીમ બીજા સ્થાને રહેલી ડાઇનેમો ઝેગરેબ કરતાં પાંચ પોઇન્ટ આગળ છે અને તેની ત્રણ મેચો બાકી છે. એટલાન્ટા પ્રથમ વખત ચેમ્પિયન્સ લીગમાં રમી રહી છે પરંતુ ત્રણ મેચમાં એક પણ પોઇન્ટ મેળવી શકી નથી.

(5:29 pm IST)