Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારો પહેલો ભારતીય પુરૂષ બન્યો પ્રવીણ કુમાર

શંઘાઈમાં યોજાયેલી ૧૫મી વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપની ૪૮ કિલોગ્રામની કેટેગરીમાં પ્રવીણ કુમારે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારો તે પહેલો ભારતીય પુરૂષ બન્યો છે. તેણે ફિલિપીન્સના રશેલ ડિઆઝને ૨-૧થી માત આપી આ મેડલ મેળવ્યો હતો.

(3:17 pm IST)