Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વર્લ્ડકપ પહેલા ક્રિકેટમાં વાપસી કરશે ડિવિલિયર્સ?

સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એ. બી. ડિવિલિયર્સના સમર્થકો માટે એક સારા સમાચાર છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ડિવિલિયર્સ વર્લ્ડ કપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે.

આ વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત્િ। લેનાર ડિવિલિયર્સ જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીને લઈને પોતાનો છેલ્લો નિર્ણય લેશે. અગાઉ મે મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત્િ। લેનારા ડિવિલિયર્સે કહ્યું હતું કે હું વર્લ્ડ કપ જીતવાના સપનાને ભૂલીને આ નિર્ણય લઈ રહ્યો છું. વધારે પડતા ક્રિકેટને કારણે મેં આ નિર્ણય લીધો છે.

ડિવિલિયર્સની નિવૃત્ત્િ। બાદ સાઉથ આફ્રિકાની ટીમનો મિડલ ઓર્ડર ઘણો નબળો પડી ગયો છે. એવી પરિસ્થિતિમાં જો ડિવિલિયર્સ વાપસીનો નિર્ણય લે તો તેના સમર્થકો અને સમગ્ર સાઉથ આફ્રિકાની ટીમ માટે આ ઘણા સારા સમાચાર છે.(૩૭.૬)

(3:38 pm IST)