Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ભારતીય યુવા શટલર માલવિકા બની ચેમ્પિયન :માલદીવ આંતરરાષ્ટ્રીય ફ્યુચર બેન્ડમિંટન સિરીઝનો ખિતાબ જીત્યો

માલાવીકાએ ફાઇનલમાં 31 મિનિટમાં મ્યાનમારની તુજારને 21-13 21-11થી હરાવી

 

નવી દિલ્હી : ભારતીય યુવા શટલર માલવિકા બંસોડે સીધી રમતોમાં મ્યાનમારની ટોચની ક્રમાંકિત થેટ હતાર તુજારને હરાવી માલદીવ્સ ઇન્ટરનેશનલ ફ્યુચર બેડમિંટન સિરીઝનો ખિતાબ જીત્યો છે  18 વર્ષિય માલાવિકાની પહેલી આંતરરાષ્ટ્રીય ટ્રોફી છે.

માલાવીકાએ ફાઇનલમાં 31 મિનિટમાં તુજારને 21-13 21-11થી હરાવી હતી. અન્ય ભારતીયોમાં પુરૂષ સિંગલ્સમાં ટોચની ક્રમાંકિત કેવિન અરોકિયા વલ્ટરની ફાઈનલમાં થાઇલેન્ડની કેન્ટવાટ લીલાવેચબુત્રાને બીજા ક્રમાંકિત મેચમાં 13-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો હતો  વૈભવ અને પ્રકાશ રાજની બીજી ક્રમાંકિત જોડીએ થાઇલેન્ડના પક્કપન તિરુરસાતાકુલ અને પાનીચાપન તિરુરસાતાકુલને 26 મિનિટમાં 21-16 21-15થી હરાવીને ચેમ્પિયન બની હતી.

(10:51 pm IST)