Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ડેનિસ વિલાસ છે હાલના સમયનો સૌથી વધારે ક્રિકેટ રમનાર ખેલાડી

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાનો ડેન વિલાસ હાલના સમયમાં સૌથી વધારે ક્રિકેટ રમનાર ખેલાડી છે. 33 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2016માં દક્ષિણ આફ્રિકા તરફથી ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો. તે હાલ ઇંગ્લેન્ડની લંકાશાયર ટીમ તરફથી ઘરેલું ક્રિકેટ રમે છે. આ લિસ્ટમાં કોહલીનું નામ ઘણું પાછળ છે.

વેબસાઇટ ઇએસપીએનક્રિકઇન્ફોના ક્રિકેટ મંથલીના સર્વે પ્રમાણે ડેન વિલાસ વર્ષમાં 130 દિવસ ક્રિકેટ રમે છે. જેમાં ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ એ અને ટી-20 મેચ સામેલ છે. આ સર્વેને ગત વર્ષે 1 સપ્ટેમ્બરથી આ વર્ષે 30 ઓગસ્ટના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો છે. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડનો જોની બેરીસ્ટો 91 દિવસ ક્રિકેટ રમ્યો છે.

આ દરમિયાન દુનિયાના સ્ટાર ફૂટબોલર લાયોનેલ મેસ્સી અને ઇડન હજાર્ડે અનુક્રમે 62 અને 64 મેચમાં ભાગ લીધો છે. આ સિવાય ટેનિસ સ્ટાર રાફેલ નાદાલ 76 તો રોજર ફેડરરે 71 મેચમાં દમ બતાવ્યો છે.

(6:33 pm IST)