Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ભારતીય ક્રિકેટ ટીમના આ બે બેટ્સમેનના ટ્વીટર એકાઉંટ હેક થયાની માહિતી

નવી દિલ્હી:હેકરોએ ખાનગી માહિતી મેળવી: અન્ય ક્રિકેટરો, અભિનેત્રીઓને મેસેજ મોકલ્યા સોશિયલ મિડિયા પર એકટીવ રહેતા ભારતીય ક્રિકેટ ટીમના ઓપનીંગ બેટસમેન શિખર ધવલ અને ગૌતમ ગંભીરના ટિવટર એકાઉન્ટ હેક થયા હોવાનું માલુમ પડયું છે. શિખર ધવન હાલ ચાલી રહેલા એશિયા કપ માટે દુબઇમાં છે ત્યારે એકા એક ર ખેલાડીઓના એકાઉન્ટ હેક થતાં અનેક શંકાઓ સેવાઇ રહી છે માટે ધવલને ટીવટ કરીને જણાવ્યું હતું કે મારા કરંટ એકાઉન્ટ પરથ તમને જો કોઇ મેસેજ આવ્યા હોય તો તેની અવગણના કરવી.

મારુ એકાઉન્ટ હેડ થયું હતુ જેને હવે રિસ્ટોર કરી લેવાયું છે. અફઘાનિસ્તાનના સ્પિનર રશીદ ખાનને ધવનને હેક થયેલા એકાઉન્ટમાંથી મેસેજ આવતા તેણે જરા પણ સમય વેળફયા વગર જ આઇપીએલની ટીમને જાણ કરતાં આ ઘટના સામે આવી હતી.

(6:32 pm IST)