Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

તાજાવાલા ટ્રોફીમાં રાજકોટનો વિજયઃ કિશન પરમારના શાનદાર ૧૮૨ રન

રાજકોટ, તા. ૨૪ :. તાજાવાલા ટ્રોફીના વન ડે લીગ મેચમાં અહીંના કિશન પરમારે ૧૮૨ રન નોંધાવી રાજકોટને જીત અપાવી છે. રાજકોટ ડીસ્ટ્રીકટની ટીમે પ્રથમ દાવમાં ૩૬૩ રન કર્યા હતા. જેમાં કિશનના ૧૨૫ બોલમાં ૨૬ ચોગ્ગા, ૩ છગ્ગા સાથે ૧૮૨ રન મુખ્ય હતા. ભૂષણ ચૌહાણના ૫૧ રન હતા. રાજકોટ ડીસ્ટ્રીકટની ટીમ તરફથી કિશન પરમારની ફાંકડી બેટીંગથી તેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. જે સામે કચ્છ રૂરલની ટીમ ૧૮૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પૃથ્વીરાજ સોલંકી ૫.૪ ઓવરમાં માત્ર ૨૭ રન આપી ૫ વિકેટ ઝડપી હતી.(૨-૧૮)ઙ્ગ

(3:51 pm IST)