Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

એશિયન ગેમ્સ :વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશેલી આ મહિલાઓ ભારત માટે રમશે પત્તાંની ગેમ

નવી દિલ્હી :એશિયન ગેમ્સ 2018માં ભારતની બે મહિલા ખેલાડીએ એવી છે જે 50 વર્ષને પાર કરી ગઇ છે. આ મહિલા ખેલાડીઓ બ્રિજ એટલે કાર્ડ્સ કે પત્તાંની ગેમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે.

  ભારતની 50 વર્ષીય હેમા દેવડા બિલ ગેટ્સ, વોરન બફેટ સાથે બ્રિજ રમી ચૂક્યાં છે. 79 વર્ષનાં રીટા ચોક્સી માહેર છે. બ્રિજ ખેલાડી 67 વર્ષની કિરણ નાદરની ટીમે આ વર્ષે કોમનવેલ્થ નેશન્સ બ્રિજ ચેમ્પિયનશિપ જીતી છે.

(12:01 pm IST)