Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તૌફીક ઉમરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

પોઝિટિવ ટેસ્ટ બાદ તે ઘરમાં જ કોરોન્ટાઈન થઈ ગયો

કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તૌફીક ઉમરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તૌફીકે કહ્યું, ગઈકાલે રાતે થોડી અસ્વસ્થતા અનુભવાયા બાદ મેં ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો અને રિઝલ્ટ પોઝિટિવ આવ્યું. મારા લક્ષણ બિલકુર પણ ગંભીર નહોતી. મેં મારી જાતને ઘરમાં અલગ રૂમમાં કેદ કરી લીધી છે. હું તમામને અપીલ કરું છું કે મારા ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરો.

ઉમરે વાયરસના લક્ષણોનો અનુભવ કર્યા બાદ શનિવારે ખુદનો ટેસ્ટ કરવાનો ફેંસલો લીધો. પોઝિટિવ ટેસ્ટ બાદ તે ઘરમાં જ કોરોન્ટાઈન થઈ ગયો છે. ઉમર કોરોના વાયરસથી પ્રભાવિત થનારો પાકિસ્તાનનો બીજો ક્રિકેટર છે, આ પહેલા ફર્સ્ટ કલાસ ક્રિકેટર ઝફર સરફરાઝનું ગત મહિને કોરોનાથી અવસાન થયું હતું. તૌફીક ઉમરે ટેસ્ટ કરિયરમાં પાકિસ્તાન માટે 44 મેચ રમી છે. જેની 83 ઈનિંગમાં બેટિંગ કરીને 2963 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તૌફિકે 7 સદી અને 14 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 236 રન છે. આ ઉપરાંત 22 વન ડેમાં 3 અડધી સદીની મદદથી 504 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રન નોટઆઉટ છે.

(6:22 pm IST)