Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

ફાસ્ટર બોલર શાર્દુલ ઠાકુરે આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી

આઉટડોર ટ્રેનિંગ શરૂ કરનાર પ્રથમ ખેલાડી : કિલર કોરોનાને લીધે બે મહિનાના લોકડાઉન બાદ મેદાન પર ટ્રેનિંગ શરૂ કરનારો શાર્દુલ પ્રથમ ખેલાડી બની ગયો

પાલઘર, તા. ૨૪ : ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. જીવલેણ કોરોના વાયરસને કારણે બે મહિનાના લોકડાઉન બાદ મેદાન પર ટ્રેનિંગ શરૂ કરનારો શાર્દુલ પ્રથમ ખેલાડી  બની ગયો છે. ભારત માટે એક ટેસ્ટ, ૧૧ વન-ડે અને ૧૫ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમનારા ઠાકુરે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વોઈસરમાં સ્થાનિક મેદાન પર કેટલાક ડૉમેસ્ટિક ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ શરૂ કરી. મહારાષ્ટ્ર સરકારે 'ગ્રીન' અને 'ઓરેન્જ' ઝોનમાં દર્શકો વિના વ્યક્તિગત ટ્રેનિંગ માટે સ્ટેડિયમ ખોલવાની પરવાનગી આપી દીધી છે.

              ગૃહ મંત્રાલયે ૩૧મેે સુધી લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલીક પાબંધીઓમાં રાહત આપી છે, જ્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઠાકુરે જણાવ્યું હતું કે, 'હા, આજે પ્રેક્ટિસ કરી. આ સારો અનુભવ રહ્યો. બે મહિના પછી ટ્રેનિંગ કરવી નિશ્ચિતપણે શાનદાર હતું.' એક અધિકારીએ કહ્યું કે, પાલઘર દહાનું તાલુકા ખેલ સંઘે બોઈસરમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, જે મુંબઈથી ૧૧૦ કિમી દૂર છે. તેમણે કહ્યું, 'સુરક્ષાના તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું. બોલર્સને તેમનો એક આગવો બોલ આપવામાં આવ્યો જેને સેનિટાઈઝ કરવામાં આવ્યો અને જે પણ ખેલાડી પ્રેક્ટિસ માટે પહોંચ્યા તેમના શરીરના તાપમાન ચકાસવામાં આવ્યા.' ગત્ર સત્રમાં મુંબઈની રણજી ટીમમાં ડેબ્યુ કરનારો બેટ્સમેન હાર્દિક તામોરે પણ મેદાન પર ટ્રેનિંગ કરતો જોવા મળ્યો. ટોચના ક્રિકેટર જેવા કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા હજુ પણ વ્યક્તિગત ટ્રેનિંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યાં છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ બહાર જ પોતાના ફાર્મમાં ટ્રેનિંગ કરી રહ્યો છે.

(7:49 pm IST)