News of Thursday, 24th May 2018

કોહલીને નેક સ્પ્રેનની સમસ્યા : સ્લિપ ડિસ્ક નથી, કાઉન્ટી કાર્યક્રમમાં તેના રમવાનો ઓછો કરશે : BCCI

નવી દિલ્હી :આજે સવારથી જ ક્રિકેટ ચાહકોમાં વિરાટ કોહલીને સ્લિપ ડિસ્કની તકલીફ હોવાની ચર્ચા ઉઠી હતી.અને કોહલીના કાઉન્ટરી મેચ રમવા સામે પ્રશ્નાર્થ ઉઠ્યો હતો જોકે આ મુદ્દે બીસીસીઆઇના એક અધિકારીએ આ અટકળોને નકારતા જણાવ્યું છે કે વિરાટ કોહલીને નેક સ્પ્રેન (ગરદનમાં ખેંચાણ)ની સમસ્યા છે, સ્લિપ ડિસ્ક (કમરનો દુ:ખાવો) નથી. વાસ્તવમાં વિરાટ થાકની પરેશાની સામે લડી રહ્યો છે, જેના કારણે કાઉન્ટી રમવાનો તેમના કાર્યક્રમનો સમય થોડોક ઓછો કરી શકાય છે

(7:10 pm IST)
  • રામનવમી સુધીમાં અયોધ્યામાં ભવ્ય રામમંદિર નહિ બને તો આત્મવિલોપન કરીશ :રામજન્મભૂમિ ન્યાસ સમિતિના સભ્ય -પૂર્વ સાંસદ રામ વિલાસ વેદાંતીની ચમકી :દેશના 20 રાજ્યોના ભાજપના મુખ્યમંત્રી ,રાષ્ટ્રપતિ ,અને વડાપ્રધાનને રામમંદિરના સમર્થનમાં એક પ્રસ્તાવ મોકલાશે access_time 1:02 am IST

  • હમણાં નહિ ઘટે પેટ્રોલ - ડીઝલના ભાવ: સરકાર લાંબાગાળાના ઉકેલની શોધમાં :સરકાર ઉતાવળમાં કોઈ નિર્ણય નહિ કરે તેવા સંકેત :ભાવ વધારાને ડામવા દીર્ઘકાલીન સમાધાન પર ચર્ચા :સરકારે ઇંધણની કિંમતમાં નિયંત્રણ ખત્મ કર્યું બાદમાં કેટલીયે વખત ભાવમાં વધઘટ કરવી પડી છે access_time 1:01 am IST

  • પોલીશ નવલકથાકાર ઓલ્ગા તોકાર્કજુક દ્વારા લખાયેલ 'ફ્લાઈટ્સ' નવલકથાએ જીત્યો 'મૈન બુકર ઇન્ટરનેશનલ પ્રાઈસ' : આ સાથે ઓલ્ગા 67000 ડોલરની રાશિ પણ પુરસ્કારરૂપે મળશે access_time 11:55 am IST