Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

સ્‍ટોઇનસની આક્રમક સદી, લખનઉ એ ચેન્‍નાઇને આ સિઝનમાં સતત બીજી વખત હરાવ્‍યું

ગાયકવાડની સદી એળે ગઇ, ચેન્‍નાઇની ફિલ્‍ડીંગ પણ નબળી

મુંબઈ : આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્‍સ વિ. લખનૌ સુપર જાયન્‍ટ્‍સ વચ્‍ચે ચેન્નાઈના ચેપોક સ્‍ટેડિયમમાં આ મેચ રમાઈ હતી,ચેન્નાઈ સુપર કિંગ્‍સ લખનઉ સુપર જાયન્‍ટ્‍સ સામે ચાર વિકેટે ૨૧૦ રન બનાવ્‍યા હતા. કેપ્‍ટન રૂતુરાજ ગાયકવાડે ૬૦ બોલમાં અણનમ ૧૦૮ રન બનાવ્‍યા જ્‍યારે શિવમ દુબેએ ૨૭ બોલમાં ૬૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી. લખનૌના કેપ્‍ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ૨૧૧ રનનો મહાટાર્ગેટ લખનઉના માર્કસ સ્‍ટોઇનિસે એકલા હાથે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમ માટે મેચ જીતી લીધી હતી. સ્‍ટોઇનિસે અણનમ ૧૨૪ રન બનાવ્‍યા હતા. લખનઉ સુપર જાયન્‍ટ્‍સે આ સિઝનમાં બીજી વખત ચેન્નાઈ સુપર કિંગ્‍સને હરાવ્‍યું છે. છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૭ રનની જરૂર હતી. મુસ્‍તાફિઝુર રહેમાનની બોલિંગમાં માર્કસ સ્‍ટોઈનિસે બે બોલ બાકી હતા ત્‍યારે પોતાની ટીમને જીત અપાવી હતી.

(10:31 am IST)