Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ભારતીય મહિલા બોકસર્સનો મુકકાનો ‘ચોકકો'

વિમેન્‍સ વર્લ્‍ડ ચેમ્‍પિયનશીપની ચારેય મુકકાબાજો પહોંચી ગઇ ફાઇનલમાં: નિખત, તીનુ, લવલીના અને સ્‍વીટી ગોલ્‍ડ અથવા સીલ્‍વર જીતવાની તૈયારીમાં

નવી દિલ્‍હીઃ પાટનગર દિલ્‍હીમાં વિમેન્‍સ વર્લ્‍ડ ચેમ્‍પિયનશીપની સેમી ફાઇનલમાં ભારતની નિખત ઝરીન અને નીતુ ઘંઘાસ પોતપોતાના વર્ગની ફાઇનલમાં પહોંચી ગઇ હતી. ત્‍યાર પછી લવલીના બોર્ગોહેઇન અને સ્‍વીટી બુરાએ પણ પોતપોતાના વર્ગની સેમી ફાઇનલ જીતીને ફાઇનલમાં એન્‍ટ્રી કરી હતી.

ગયા વખતની વિશ્વસ્‍પર્ધામાં ગોલ્‍ડ મેડલ જીતનાર નિખતે ૫૦ કિલો વર્ગમાં રિયો ઓલિમ્‍પિકસની બ્રોન્‍ઝ મેડલિસ્‍ટ કોલમ્‍બિાયની ઇન્‍ગ્રિટ વેલેન્‍સિયા પર શરૂઆતથી છેક સુધી હાવી થઇને તેને ૫-૦થી હરાવી હતી. નીતુનો કઝાખસ્‍તાનની આલુઆ બાલ્‍કીબેકોવા સામે ૫-૨થી વિજય થયો ગયો.

નિખતે મુકકો મારવાની ઝડપ અને યુકિતને કારણે પોતાના પર વેલેન્‍સિયાને કોઇપણ તબકકે અંકુશ નહોતો લેવા દીધો. તેને હરાવતા નિખત હવે ટાઇટલ ડિફેન્‍ડ કરવાથી એક ડગલું દુર છે. નીતુ અને આલુઆએ શરૂઆતથી છેક સુધી એકમેકને મોં પર તેમજ ખભા પર ઘણા પંચ માર્યા હતા, પરંતુ એકંદરે નીતુએ તેના પર પ્રભુત્‍વ જમાવ્‍યુ હતું અને મોટા તફાવતથી જીત મેળવી હતી.

૭૫ કિલો વર્ગની સેમી ફાઇનલમાં ભારતની લવલીના બદર્ગોહેઇને ચીનની લિ કિઆનને પરાસ્‍ત કરી હતી

(4:32 pm IST)