Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ટીમમાં મારી નવી ભૂમિકામાં કોઈપણ જાતનો બદલાવ જોવા નહિ મળેઃ પોલાર્ડ

મુંબઈ ટીમના બેટીંગ કોચ કહે છે હું ખેલાડી તરીકે હતો એવાજ વ્‍યકિતત્‍વ સાથે બેટીંગ કોચ બનીને આવ્‍યો છું

મુંબઈઃ કીરોન પોલાર્ડે આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્‍ડિયન્‍સના બેટિંગ- ઓલરાઉન્‍ડ તરીકેની કરીઅર પૂરી કર્યા પછી હવે આ ટીમમાં બેટિંગ- કોચ પૂરી કર્યા પછી હવે આ ટીમમાં બેટિંગ કોચ તરીકે આગમન કર્યું છે. તે ટીમના કેમ્‍પની પ્રેકિટસમાં પહેલીવાર જોડાયો હતો અને તેણે ખેલાડીઓને કહ્યું, ‘તમે બધા મને કોચ કહીને ન બોલાવતા. મને પોલી કહીને જ બોલાવજો.'

પોલાર્ડ ખેલાડી તરીકે મુંબઈ ઈન્‍ડિયન્‍સની ટીમમાં હતો ત્‍યારે બધા તેને પોલી'ના હુલામણા નામથી બોલાવતા હતા. તેણે ૨૦૧૦થી ૨૦૨૨ સુધીની આઈપીએલની  કારર્કિદી દરમ્‍યાન ૧૮૯ મેચમાં ૧૬ હાફ સેન્‍ચુરીની મદદથી કુલ ૩૪૧૨ રન બનાવ્‍યા હતા, જેમાં ૨૨૩ સિકસર અને ૨૧૮ ફોરનો સમાવેશ હતો. મુંબઈના બેટર્સમાં તેના ૩૪૧૨ રન રોહિત શર્માના ૪૭૦૯ રન પછી બીજા નંબરે છે.

પોલાર્ડે વધુમાં કહ્યું કે મુંબઈ ઈન્‍ડિયન્‍સ વતી રમવામાં અને મુંઈના લોકોનું પ્રતિનિધિત્‍વ કરવામાં હું જે લાગણી અનુભવી રહ્યો છું એ શબ્‍દોમાં વ્‍યકત કરી શકું એમ નથી. અમારી વચ્‍ચેનું બંધન ક્રિકેટ કરતાં પણ વિશેષ છે. આ ટીમ સાથેની મારી નવી ભૂમિકામાં કોઈ બદલાવ નહીં જોવા મળે. હું ખેલાડી તરીકે હતો. એવા જ વ્‍યકિતત્‍વ સાથે હવે બેટિંગ- કોચ બનીને આવ્‍યો છું.'

(4:02 pm IST)