Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રૈનાના ઘરે જન્મ્યો દીકરો

સુરેશ રૈનાના ઘરે દીકરાએ જન્મ લીધો છે. તેની પત્ની પ્રિયંકાએ ગઈ કાલે દીકરાને જન્મ આપ્યો હતો. તેમને અગાઉ એક દીકરી હતી. જેનું નામ તેમણે ગ્રેસિયા રાખ્યું છે. તેમના ઘરે પધારેલા નવા મહેમાનનું નામ તેમણે રિયો રાખ્યું છે. દીકરા અને પત્ની સાથેનો ફોટો ટ્વિટર પર શેર કરીને રૈનાએ ટ્વીટ કર્યું હતું કે 'વન્ડર, હોપ, પોસિબિલીટીઝ અને એક સારી દુનિયાની નવી શરૂઆત થઈ છે. અમારા દીકરા અને ગ્રેસિયાના નાનાભાઈ રિયો રૈનાનું સ્વાગત કરતાં અમને ગર્વ થાય છે. તે નવી ઊંચાઈઓ મેળવે અને લોકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી આશા રાખીએ'

(3:47 pm IST)