Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

હિન્દુ- મુસ્લિમ બનવા કરતા માનવતા દેખાડવાનો આ સમય છે

શોએબ અખ્તરને ડહાપણ દાઢ ફૂટી, ડાહી ડાહી વાતો કરવા લાગ્યો

લાહોઃ શોએબ અખ્તરનું કહેવું છે કે હમણાં હિન્દુ-મુસ્લિમ કરવાનો નહીં, પરંતુ માનવતા દેખાડવાનો સમય છે. કોરોના વાઇરસને કારણે દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ચીનના વુહાનમાંથી શરૂ થયેલો આ વાઇરસ અત્યાર સુધીમાં ૧૦૦ દેશોમાં પ્રસરી ચૂકયો છે. પાકિસ્તાનમાં પણ અત્યાર સુધીમાં ૮૦૦ કેસ પોઝિટિવ આવી ગયા છે. આ વિશે શોએબે એક વિડિયો પોસ્ટ કર્યો છે અને એમાં ચાહકોને ગ્લોબલ ક્રાઇસિસ માટે આપવામાં આવેલી ગાઇડલાઇનને ફોલો કરવાનું કહેવામાં આવ્યું છે. આ વિશે શોએબ અખ્તરે કહ્યું કે 'દુનિયાભરના મારા ચાહકોને વિનંતી કરું છું કે કોરોના વાઇરસ એક ગ્લોબલ ક્રાઇસિસ છે. આ વિશ આપણે ધર્મથી પર થઈ દુનિયા વિશે વિચારવું જોઈએ.'

(3:46 pm IST)