Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ઓલિમ્પિકસમાં ખેલાડીઓને મોકલવા કે નહિં એ માટે એક મહિનો રાહ જોશે ભારત

જાપાનના પ્રાઈમ મિનિસ્ટરે કહ્યું, 'ટોકયો ઓલિમ્પિકને પોસ્ટપોન્ડ કરવી એ જ ઓપ્શન છે'

નવી દિલ્હીઃ ૨૦૨૦ ટોકયો ઓલિમ્પિકમાં પ્લેયરર્સને મોકલવા કે નહીં એ માટે ભારત સરકાર એક મહિનો હજી રાહ જોશે. કોરોના વાઈરસને પગલે દુનિયાભરમાં લોકડાઉન થઈ રહ્યું છે.  ઈવેન્ટ્સ તો દૂરની વાત, લોકો રસ્તા પર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે હજી ટોકયો ઓલિમ્પિકની વાત સામે ઊભી છે. જો આ ઈવેન્ટને એક વર્ષ સુધી મુલત્વી કરવામાં ન આવે તો કેનેડા તેમના એકપણ ખેલાડીને નહીં મોકલે એવી તેમણે જાહેરાત કરી દીધી છે.

ધ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજીવ મહેતાએ કહ્યું હતું કે 'ઓલિમ્પિકસ ગેમ્સ માટે આપણા પ્લેયરને ટોકયો મોકલવા કે નહીં એનો નિર્ણય લેવા માટે આપણે હજી એક મહિનો રાહ જોવી પડશે. હાલમાં અમે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ સાથે મળીને આ સંજોગને ખૂબ જ નિકટથી મોનિટર કરી રહ્યા છીએ. આ માટે એક મહિના બાદ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી સાથે મળીને આ વિશે નિર્ણય લેવામાં આવશે.'

(3:44 pm IST)