Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલનો પ્રારંભ :ઓપનિંગ સેરેમની કેન્સલ :BCCIએ 20 કરોડ સેના કલ્યાણ કોષમાં આપ્યા

પુલવામાં હુમલાને કારણે ઓપનિંગ સેરેમની રદ ;12 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કેન્સલ થઇ

 

નવી દિલ્હી ;આઈપીએલનો થઈ ગયો છે.ઓપનિંગ સેરેમનીમાં ઘણા સ્ટાર્સ પર્ફોમન્સ કરે છે પણ વખતે આઈપીએલની ઓપનિંગ સેરેમની કેન્સલ કરાઈ હતી .

     ગત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.જેના કારણે આઈપીએલની ઓપનિંગ સેરેમની રદ કરાઈ હતી

    આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં 20 કરોડ રુપિયા ખર્ચ થવાના હતા. જેને બીસીસીઆઈએ સેના કલ્યાણ કોષમાં દાન કરી દીધા હતા

    બીસીસીઆઈએ 11 કરોડ રુપિયા ઇન્ડિયન આર્મીને, 7 કરોડ રુપિયા CRPF અને 1-1 કરોડ નેવી અને એરફોર્સને દાન કર્યા છે

(12:33 am IST)