Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20માં ભારતનો પરાજય :ઓસીઝે છેલ્લા બોલે જીત મેળવી

ભારતના 126 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવી છેલ્લા દડે લક્ષ્યાંક હાંસલ કર્યો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ પ્રથમ ટી 20 મેચમાં ભારે રસાકસી બાદ ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે વિજય મેળવ્યો છે. ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારતે 20 ઓવરમાં માત્ર 126 રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયાએ પણ છેલ્લા બોલે જીત મેળવી હતી.


પ્રથમ બેટિંગ કરી ભારતે 20 ઓવરમાં 126 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટ ગુમાવી છેલ્લા બોલે લક્ષ્ય હાંસલ કર્યો હતો 127 રનના લક્ષયનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆતની પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ મેક્સવેલ અને શોર્ટે બાજી સંભાળી હતી. બાદમાં બંને આઉટ થયા બાદ અન્ય કોઇ ખેલાડી સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો. અને મેચ છેલ્લા બોલ સુધી પહોંચી હતી. ભારત તરફથી છેલ્લી ઓવર ઉમેશ યાદવને સોંપાઇ હતી, ત્યારે એક ઓવરમાં 14 રન કરવાના હતા, જેમાં બે વાર ડબલ રન અને બે બાઉન્ટ્રીની મદદથી ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.

ભારત પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયન સાથે કોહલી બ્રિગેડ ટી-20થી સીરિઝનો આગઝ થઇ ચૂક્યો છે. વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પ્રથમ ટી-20માંપ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 10 ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 80 રન બનાવ્યા હાતા, ત્યારબાદ 13મી ઓવરમાં કે એલ રાહુલ પણ 50 રન બનાવી આઉટ થયો હતો. ધોની અંત સુધી રહીને 29 રન કર્યા હતા.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરના અંતે 126/7  રન જ બનાવી શકી હતી. ભારત તરફથી કે એલ રાહુલ અને  મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધારે રન કર્યા હતા.126 રનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતની બે ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી છે. ચહલની ઓવરમાં ઉમેશ યાદવે સ્ટોઇનિસને રન આઉટ કર્યો, તો ત્યારબાદ ત્રીજી ઓવરમાં બુમરાહે ફ્રિંચને LBW કરી આઉટ કર્યો છે. જો કે બાદમાં ગ્લેન મેક્સવેલ અને શોર્ટ વચ્ચે પાર્ટનરશિપ બની હતી, જેમાં મેક્સવેલ 50 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ શોર્ટ પર રન આઉટ થતાં મેચ રોમાંચક તબક્કામાં પહોંચી હતી.

ઓપનિંગ કરવા આવેલા રોહિત શર્મા માત્ર 5 રન બનાવી આઉટ થયો ત્યારબાદ કે એલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે નાના પાર્ટનરશિપ બની હતી, પરંતુ વિરાટ કોહલી (24) જામ્પાની ઓવરમા આઉટ થઇ ગયો, તો ચોથા ક્રમે આવેલા રિષભ પંત (3) ખરાબ રીતે રનઆઉટ થતા ભારતીય ટીમ પર પ્રેશન આવ્યું હતું.પાંચમી વિકેટ દિવેશ કાર્તિક (1)પણ બોલ્ડ થયો.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં મયંક માર્કડેયને તક આપવામાં આવી છે. છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા-ભારત ટકરાયા હતા. એ વખતે સીરિઝ 1-1થી ડ્રો રહી હતી. તો વિરામ બાદ કેપ્ટન કોહલી પરત ફરશે જેના પર સૌકોઇની નજર રહેશે.

બંને ટીમોએ પોત પોતાના રાષ્ટ્રગાન બાદ પુલવામા હુમલામાં શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન રાખ્યું હતું. સાથે જ ભારતીય ટીમના ખેલાડીઓએ હાથમાં કાળી પટ્ટી પણ બાંધી હતી

(10:57 pm IST)