Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્‍મણ શિવરામકૃષ્‍ણને રાષ્‍ટ્રીય પસંદગી પેનલમાં પૂર્વ ઓફ સ્પિનર રાજેશ ચૌહાણ અને બેટ્સમેન અભય ખુરસિયાની સાથે પદ માટે અરજી કરી

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને રાષ્ટ્રીય પસંદગી પેનલમાં પૂર્વ ઓફ સ્પિનર રાજેશ ચૌહાણ અને બેટ્સમેન અમય ખુરસિયાની સાથે પદ માટે અરજી કરી છે. તમામ ત્રણેય પૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ખાતરી કરી કે તે પસંદગી સમિતિમાં પદ માટે અરજી કરી રહ્યાં છે.

અરજી કરવાની અંતિમ તારીખ શુક્રવાર 24 જાન્યુઆરી છે. બીસીસીઆઈ એમએસકે પ્રસાદ (દક્ષિણ ઝોન) અને ગનન ખોડા (મધ્ય ઝોન)ની જગ્યાએ પસંદગી સમિતિમાં બે પદ ભરશે જ્યારે સરનદીપ સિંહ, જતિન પરાંજપે અને દેવાંગ ગાંધી વધુ એક સત્ર માટે પોતાના પદ પર બન્યા રહેશે. ભારત માટે બેનસન એન્ડ હેઝેસ ક્રિકેટ વિશ્વ ચેમ્પિયનશિપમાં નાયક રહેલા શિવરામકૃષ્ણન 20 વર્ષથી કોમેન્ટ્રી કરી રહ્યાં છે અને તે આઈસીસી ક્રિકેટ સમિતિના સભ્ય હોવાની સાથે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં પણ સ્પિન બોલિંગ કોચ છે.

પૂર્વ જૂનિયર મુખ્ય પસંદગીકાર વેંકટેશ પ્રસાદ અને પૂર્વ ભારતીય બેટિંગ કોચ સંજય બાંગર પણ આ માટે અરજી કરી શકે છે જેથી ચેરમેનના પદ માટે દાવેદારી રસપ્રદ થઈ જશે. જાણવા મળ્યું છે કે બંન્ને ખેલાડીઓએ હજુ નિર્ણય લીધો નથી. શિવરામકૃષ્ણન (54 વર્ષ) નવ ટેસ્ટ અને 16 વનડે (25 આંતરરાષ્ટ્રીય) જ્યારે બાંગર 12 ટેસ્ટ અને 15 વનડે (27 આંતરરાષ્ટ્રીય મેચ) રમી ચુક્યા છે.

પ્રસાદ આ બધામાં સૌથી વધુ (33 ટેસ્ટ અને 161 વનડે) રમી ચુક્યા છે પરંતુ જૂનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં અઢી વર્ષના કાર્યકાળને જોતા તે માત્ર દોઢ વર્ષ માટે સીનિયર પસંદગીકાર રહી શકે છે.

શિવરામકૃષ્ણને કહ્યું, 'મેં મારા પરિવાર સાથે વાત કરી અને રાષ્ટ્રીય પસંદગીકાર પદ માટે અરજી કરવાનો નિર્ણય લીધો હતો. જો બીસીસીઆઈ મને તક આપે છે તો હું આ ભૂમિકા નિભાવવા ઈચ્છીશ. મારૂ માનવું છે કે, જો મને ચાર વર્ષ મળે છે તો હું 'બેન્ચ સ્ટ્રેન્થ'ના મામલામાં તમામ ત્રણ વિભાગો વિશેષ કરીને સ્પિન બોલિંગમાં ભારતીય ક્રિકેટને મહત્વના સ્થાન પર પહોંચાડી આપીશ.'

ચોહાણને 21 ટેસ્ટ અને 35 વનડે અનુભવ છે અને અનિલ કુંબલે તથા વેંકટપતિ રાજૂની સાથે રમી ચુક્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે તે બીજીવાર ભાગ્યશાળી રહેશે. ખુરસિયાએ પણ ખાતરી કરી કે તેણે અરજી કરી છે.

(4:39 pm IST)