Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

બ્રિસ્બેન ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પ્રથમ દિવસે કંગાળ બેટિંગ

૮૦.૩ ઓવરમાં ચાર વિકેટે માત્ર ૧૯૬ રન : ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરાયા બાદ નિરાશાજનક બેટિંગ : વિન્સ ૮૩ રન કરીને આઉટ થયો

બ્રિસ્બેન, તા. ૨૩ : બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે શરૂ થયેલી ખુબ જ રોમાંચક એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે ઇંગ્લેન્ડે નિરાશાજનક દેખાવ કર્યો હતો અને પ્રથમ દિવસે ૮૦.૩ ઓવરમાં માત્ર ૧૯૬ રન બનાવ્યા હતા. તમામ બેટ્સમેનોએ ખુબ જ ધીમી બેટિંગ કરીને ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઇંગ્લેન્ડ તરફથી કૂક અને સ્ટોનેમન તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટોનેમને ખુબ જ ધીમી બેટિંગ કરીને નિરાશા ઉભી કરી હતી તે ૧૫૯ બોલમાં માત્ર ૫૩ રન કરીને આઉટ થયો હતો જ્યારે વિન્સ ૧૭૦ બોલમાં ૮૩ રન કરીને આઉટ થયો હતો. આજે રમત બંધ રહી ત્યારે માલમ ૨૮ અને અલી ૧૩ રન સાથે રમતમાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ૪૧ રન આપીને એક વિકેટ ઝડપી હતી જ્યારે કમિશન્સે ૫૯ રન આપીને બે વિકેટ ઝડપી હતી. એસીઝ શ્રેણીની રોમાંચકતા આજે પ્રથમ દિવસે અપેક્ષા મુજબની દેખાઈ ન હતી. ઘરઆંગણે ઓસ્ટ્રેલિયન ટીમ ફેવરિટ દેખાઈ રહી છે. જો કે, બંને ટીમો નવી હોવાથી બંને ટીમો પાસે પોતાની કુશળતા પુરવાર કરવાની તક રહેલી છે. શ્રેણી પહેલા સામ સામે આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. આ શ્રેણી પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો પડી ચુક્યો છે. ગાબાના મેદાન ઉપર આજે ખરાબ હવામાનની સ્થિતિ રલહી હતી. બુધવારના દિવસે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઇંગ્લેન્ડના કેપ્ટન જોઇ રુટે ફોટો સેશનમાં ભાગ લીધો હતો. પરંપરા ફોટોની પુરી કરવામાં આવી હતી. આ પરંપરા વર્ષો જુની છે. જોઇ રુટે કહ્યું છે કે, આ વખતે ઇંગ્લેન્ડની ટીમ વધારે મહેનત સાથે મેદાનમાં ઉતરી રહી છે. ડેવિડ વોર્નર ઇજાગ્રસ્ત થઇ જતાં ઇંગ્લેન્ડની છાવણીને રાહત થઇ પરંતુ તે આ ટેસ્ટ મેચમાં રમી રહ્યો છે. ફિટનેસ પુરવાર કરવામાં તે સફળ રહ્યો છે. બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમને પણ ફટકો પડ્યો છે. જોઇ રુટે કહ્યું છે કે, તે ઓસ્ટ્રેલિયન મેદાન ઉપર ફરી એકવાર સારો દેખાવ કરવાનો ઇરાદો ધરાવે છે. શોન માર્શ પણ બુધવારના દિવસે ઇજાગ્રસ્ત થયો હતો. વોર્નરની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઉપર તમામ જવાબદારી આવશે તેમ માનવામાં આવી રહ્યું હતું.

સ્કોરબોર્ડ : બ્રિસ્બેન ટેસ્ટ

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ :

કુક

કો. હેન્ડસકોંબ બો. સ્ટાર્ક

૦૨

સ્ટોનેમન

બો. કમિન્સ

૫૩

વિન્સ

રનઆઉટ

૮૩

રુટ

એલબી બો. કમિન્સ

૧૫

માલન

અણનમ

૨૮

અલી

અણનમ

૧૩

વધારાના

 

૦૨

કુલ

(૮૦.૩ ઓવરમાં ૪ વિકેટે)

૧૯૬

પતન  : ૧-૨, ૨-૧૨૭, ૩-૧૪૫, ૪-૧૬૩

બોલિંગ : સ્ટાર્ક : ૧૯.૩-૪-૪૫-૧, હેઝલવુડ : ૧૮-૪-૫૧-૦, કમિન્સ : ૧૯-૬-૫૯-૨, લિયોન : ૨૪-૯-૪૦-૦

 

(7:29 pm IST)