Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

સૌથી વધુ ચોગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ

ઓસ્ટ્રલીયાની મહિલા ક્રિકેટર બેથ મુનીએ ટી-૨૦માં બનાવ્યો

ઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટર બેથ મુનીએ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી-૨૦ મેચમાં તેણે નોટઆઉટ ૧૧૭ રન ફટકાર્યા હતા, જેમાં તેણે ૭૦ બોલમાં ૧૯ ચોગ્ગા અને  એક સિકસર ફટકાર્યા હતાં. જે એક આંતર રાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.  જો કે તેની આ શાનદાર ઇનિંગ્સ છતાં ઓસ્ટે્રલીયાને આ મેચમાં ચાર વિકેટથી હરાવ્યું હતું.

ઓસ્ટે્રલીયાએ પહેલા બેટીંગ કરતાં ૨૦ ઓવરમાં બે વિકેટે ૧૭૮ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે ૧૯ ઓવરમાં છ વિકેટ ૧૮૧ રન બનાવીને મેચ જીતી લીધી હતી. મહિલાઓની આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ મેગ લેનિંગના નામ પર હતો તેણે ૨૦૧૪માં બાંગ્લાદેશ સામે ૧૨૬ રનની ઇંનિંગ્સ દરમ્યાન ૧૮  ચોગ્ગા અને ૪ સિકસર ફટકાર્યા હતા. અત્યાર સુધી કોઇ પણ પુરૂષ ક્રિકેટરે  પણ ૧૯ ચોગ્ગા ફટકાર્યા નથી. પુરૂષોની ટી-૨૦ મેચમાં સોૈથી વધુ ૧૪ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ સંયુકત રૂપથી ગ્લેન મેકલવેલ, એરોન ફિન્ચ અને હર્શેલ ગિબ્સના નામે છે. (૪૦.૨)

 

(11:34 am IST)