Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વિરાટને વન-ડે અને ટી-૨૦માં કેપ્ટનશીપ છોડવાની સલાહ શાસ્ત્રીએ આપેલીઃ બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા કહેલુ

જો કે કોહલીએ માત્ર ટી-૨૦માંથી જ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે

નવી દિલ્હીઃ  ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને  ટી-૨૦ની કેપ્ટનશિપ છોડવા અને બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી.

 કોચ દ્વારા આ સલાહ કોહલીને પ્રેરિત કરવા માટે આપવામાં આવી હતી, જેથી તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બન્યો રહે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ- કોહલીની કેપ્ટનશિપ વિશે વાત ત્યારે શરૂ થઈ જ્યારે ભારતે પોતાના નિયમિત કેપ્ટન વગર ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી હતી.

શાસ્ત્રીએ લગભગ છ મહિના પહેલા કોહલી સાથે વાત કરી હતી. પરંતુ કોહલીએ શાસ્ત્રીની વાત માની નહીં. તે હજુ પણ વનડે ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કરવા ઇચ્છુક છે અને તેથી તેણે માત્ર ટી૨૦ ક્રિકેટમાંથી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. ત્યાં સુધી કે બોર્ડ પણ તે વાત પર ચર્ચા કરી રહ્યુ હતુ કે કોહલીનો એક બેટ્સમેનના રૂપમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય છે. આવું એટલા માટે કારણ કે તેની પાસે હજુ એક ખેલાડીના રૂપમાં ઘણુ બચેલું છે.

(3:23 pm IST)