Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કમાણી કરનાર સેરેના

નવી દિલ્હી:ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુને દુનિયામાં સૌથી વધુ કમાણી કરતી ટોચની ૧૦ મહિલા ખેલાડીઓમા સ્થાન આપવામાં આવ્યું છે. ફોર્બ્સ મેગેઝીનની યાદી અનુસાર સિંધુની વાર્ષિક કમાણી આશરે રૃપિયા ૬૦ કરોડ છે. સેરેના ત્રીજા વર્ષે કમાણીના મામલે ટોચની મહિલા ખેલાડી જાહેર થઈ છે. ફોર્બ્સના અંદાજ મુજબત સેરેનાની કમાણી રૃપિયા ૧૨૬.૫૪ કરોડ જેટલી થવા જાય છે.ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડીઓમાં ટોપ ૧૦માંથી આઠ ખેલાડીઓ ટેનિસની છે. બાકીની બે અન્ય રમતોની જે ખેલાડીઓ છે, તેમાં સિંધુ સાતમા ક્રમે છે, જ્યારે બીજી ખેલાડી નિવૃત્ત થઈ ચૂકેલી કાર રેસર ડેનિસ પેટ્રિસીયા છે. જે ૫૨ કરોડ રૃપિયાની કમાણી સાથે નવમા સ્થાને છે. આ યાદી તૈયાર કરવા માટે ફોર્બ્સે ૧ લી જુન, ૨૦૧૭થી લઈને ૧ લી જુન ૨૦૧૮ સુધીના સમયગાળાની ખેલાડીઓની પ્રિ ટેક્સ ઈન્કમને ધ્યાનમાં લીધી છે. સેરેના વિલિયમ્સ ગત સપ્ટેમ્બરમાં પુત્રીની માતા બન્યા બાદ માર્ચ મહિનામાં તેણે પુનરાગમન કર્યું હતુ. તે છેલ્લા એક વર્ષમાં ઈનામની રકમ તરીકે માત્ર ૬૨ હજાર ડોલર જ કમાઈ છે, પણ જુદા-જુદા કોન્ટ્રાક્ટને કારણે તેને ૧૮.૧ મિલિયન ડોલર મળ્યા છે. આ યાદીમાં બીજા ક્રમે ડેનમાર્કની વોઝનીઆકી છે, જેની વાર્ષિક કમાણી આશરે રૃપિયા ૯૧ કરોડ હોવાનો અંદાજ માંડવામાં આવ્યો છે. અમેરિકાની યુએસઓપન ચેમ્પિયન સ્ટેફન્સ ૭૮ કરોડ રૃપિયા સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે સ્પેનની મુગુરુઝા ૭૭ કરોડ રૃપિયા સાથે ચોથા અને રશિયાની મારિયા શારાપોવા ૭૩ કરોડ રૃપિયા સાથે પાંચમા ક્રમે છે.

(5:15 pm IST)