Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

બ્રેડમેન તેમજ પોન્ટિંગને હવે કોહલીએ પાછળ છોડ્યા છે

મેચ જીતમાં સાત વખત ૨૦૦થી પણ વધુ રન : પોન્ટિંગ અને બ્રેડમેને છ-છ વખત સિદ્ધિઓ મેળવી હતી

નવીદિલ્હી, તા. ૨૩ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એવા કેપ્ટન બની જવામાં સફળતા મેળવી છે જે વિનિંગકોઝ અથવા તો એ મેચમાં મળેલી જીતમાં સાત વખતથી વધુ ૨૦૦ રન બનાવ્યા છે. નોટિંગ્હામમાં ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ૨૦૩ રને જીત મેળવી હતી. કોહલીએ આ મામલામાં ડોન બ્રેડમેન અને રિકી પોન્ટિંગ જેવા મહાન ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે. આ બંનેએ વિવિંગકોઝમાં છ વખત ૨૦૦નો આંકડો પાર કર્યો હતો. ભારતીય કેપ્ટનની વાત કરવામાં આવે તો ધોનીએ વિનિંગકોઝમાં ૨૦૦નો આંકડો પાર કર્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે ચેન્નાઈમાં ધોનીએ ૨૨૪ રન બનાવ્યા હતા. ૧૦મી વખત વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે રહીને ૨૦૦થી વધારે રન બનાવ્યા છે જે કોઇપણ ભારતીય કેપ્ટન માટે પોતાનામાં એક રેકોર્ડ છે. વિનિંગકોઝમાં ઇંગ્લેન્ડની સામે પ્રથમ સદી ફટકારીને કોહલીએ ઇતિહાસ સર્જ્યો હતો. નોટિંગ્હામ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ્સમાં ૯૭ રન બનાવ્યા હતા તે હવે એવા કેપ્ટન તરીકે આવી ગયો છે જે સાત વખત ટેસ્ટ મેચના વિનિંગકોઝમાં ૨૦૦ રન બનાવી ચુક્યો છે.

ડોન બ્રેડમેન અને પોન્ટિંગે છ-છ વખત આ સિદ્ધિ મેળવી હતી. બ્રેડમેને ચાર વખત ઇંગ્લેન્ડ સામે અને બે વખત ભારત સામે આ સિદ્ધિ  મેળવી હતી. પોન્ટિંગે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે બે-બે વખત અને વેસ્ટઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે એક-એક વખત ૨૦૦ રન બનાવ્યા હતા.  ધોનીએ ૨૦૧૩માં ચેન્નાઈમાં ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાની સામે આ સ્કોર બનાવ્યો હતો. જ્હોનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વખત આ આંકડો હાસલ કર્યો હતો. તે વખતે કોહલીએ ૨૧૫ રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીની સિદ્ધિ

નવીદિલ્હી, તા. ૨૩ : વિરાટ કોહલીએ વિનિંગકોઝમાં સાત વખત ૨૦૦થી વધુ રન કર્યા છે જે નીચે મુજબ છે.

રન           પ્રથમ દાવ  બીજો દાવ  વિરુદ્ધ

૨૦૦          ૨૦૦        -            વિન્ડિઝ

૨૨૮          ૨૧૧        ૧૭         ન્યુઝીલેન્ડ

૨૪૮          ૧૬૭        ૮૧         ઇંગ્લેન્ડ

૨૩૫          ૨૩૫        -            ઇંગ્લેન્ડ

૨૪૨          ૨૦૪        ૨૮         બાંગ્લાદેશ

૨૧૩          ૨૧૩        -            શ્રીલંકા

૨૦૦          ૯૭         ૧૦૩        ઇંગ્લેન્ડ

(7:24 pm IST)