Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

રિષભ પંત સામે અભદ્ર ભાષા બોલનાર સ્ટુઅર્ટ બ્રોડને દંડ

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટુઅર્ટ બ્રોડને તેની મેચ-ફીના ૧૫ ટકા દંડ કરવામાં આવ્યો છે. બ્રોડને આ દંડ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમ્યાન રિષભ પંત સામે આક્રમક ભાષાનો પ્રયોગ કરવા બદલ દોષી ગણાવ્યા બાદ લગાવવામાં આવ્યો છે. બોડ ટેસ્ટના બીજા દિવસે ડેબ્યુ ખેલાડી રિષભ પંતને ૨૪ રનના સ્કોર પર બોલ્ડ કરી દીધો હતો. ત્યાર બાદ રિષભ સ્ટેડિયમ તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે તેની વિરૂદ્ઘ આક્રમક ભાષાનો પ્રયોગ કર્યો હતો. આમ તેણે આઈસીસી દ્વારા બનાવવામાં આવેલી આચારસંહિતાની કલમ-નંબર ૨.૧.૭નું ઉલ્લંઘન કર્યું હતું. આ ઘટનાને કારણે તેના ખાતામાં એક ડીમેરીટ પોઈન્ટ ઉમેરાયો છે. બ્રોડે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો.

(4:02 pm IST)