Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ઈજાને કારણે દીપા કર્માકરે ટીમ ફાઈનલ્સમાંથી નામ પાછું ખેંચ્યું

ભારતીય જિમ્નસ્ટ દીપા કર્માકરે ઘૂંટણની ઈજાને કારણે એશિયન ગેમ્સની આર્ટિસ્ટિક ટીમ ફાઇનલ્સમાંથી નામ પાછું ખેંચ્યું છે. દીપાના કોચ બિશ્વેશ્વર નન્દીએ કહ્યું હતું કે ગંભીર ઈજાનો ભય હતો, જેને કારણે તે સારૃં પ્રદર્શન નહીં કરી શકે. એથી અમે તેને ટીમ-સ્પર્ધામાં આરામ આપીશું, પરંતુ બેલેન્સ બીમ ફાઇનલ્સમાં તે જરૂર સારું પ્રદર્શન કરશે. નન્દીને પૂછવામાં આવ્યું હતું કે બીમ ફાઇનલ્સમાં જરૂર સારું પ્રદર્શન કરશે. બીમમાં લેન્ડિંગ પડકારજનક નથી હોતું.

(4:01 pm IST)