Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પાકિસ્તાને 5-0થી જિમ્બામ્બે સામેની સિરીઝ જીતી

નવી દિલ્હી: પાકિસ્તાનના ફખર ઝમાને ઝિમ્બાબ્વે સામેની પાંચમી અને આખરી વન ડેમાં ૮૫ રન ફટકારતાં માત્ર ૧૯ ઈનિંગમાં ૧૦૦૦ રન પુરા કરીને ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. રિચાર્ડ્સે જાન્યુઆરી, ૧૯૮૦માં માત્ર ૨૧ ઈનિંગમાં ૧૦૦૦ રન પુરા કરવાની સિદ્ધિ સૌપ્રથમ વખત મેળવી હતી. જે પછી ઈંગ્લેન્ડના કેવિન પીટરસન અને ટ્રોટ, સાઉથ આફ્રિકાના ડી કૉક અને પાકિસ્તાનના બાબરે તેની બરોબરી કરી હતી. ઝમાનની સિદ્ધિ તેમજ ઈમામ (૧૧૦) અને બાબર (૧૦૬*)ની સદીની મદદથી પાકિસ્તાને આખરી વન ડેમાં ૧૩૧ રનથી ઝિમ્બાબ્વેને કચડી નાંખ્યું હતુ.

 

જીતવા માટેના ૩૬૫ના સ્કોરનો સામનો કરતાં ઝિમ્બાબ્વે ચાર વિકેેટ ૨૩૩ રન કરી શક્યું હતુ. પાકિસ્તાને સાથે વન ડે શ્રેણીમાં -૦થી ઝિમ્બાબ્વેનો વ્હાઈટવોશ કર્યો હતો.

(4:36 pm IST)