Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં જોરદાર પ્રદર્શન કરશે

ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ૧૦૦% ફિટ હોવાનો વિરાટ કોહલીનો દાવો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના પ્રવાસે જતાં પહેલા ગઈકાલે મીડીયાને સંબોધતા પોતાની ફિટનેસના મુદ્દે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે હું ૧૦૦ ટકા ફીટ છું અને આગામી સિરીઝમાં શ્રેષ્ઠ પર્ફોર્મ કરીશ. મારી ડોક બરાબર છે. હું આખો દિવસ ૬-૭ સેશનની પ્રેકટીસ કરૂ છું.

ટીમની રણનીતિ વિશે બોલતા તેણે કહ્યું હતું કે અમારી ટીમ સાઉથ આફ્રિકા જેવી રમતનું પુનરાવર્તન કરશે. ઈંગ્લેન્ડમાં અમારી ટીમ ટેસ્ટ સીરીઝ જીતવાનો પૂરો પ્રયાસ કરશે. અમારા બોલરો ટેસ્ટમાં ૨૦ વિકેટ જરૂર લેશે.

ઈંગ્લેન્ડમાં બોલ સ્વિંગ થવા વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું કે સ્વિંગ બધાને પરેશાન કરે છે એવું ન હોત તો આપણા બોલરો સ્વીંગવાળી વિકેટો ઉપર વિકેટ ન લઈ શકતા હોત. અમારા પેસર અને સ્પિનરો સારૂ પર્ફોર્મ કરશે એનો વિશ્વાસ છે.

(4:46 pm IST)