Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ઇટલીની ગિયોર્ગીએ રેકેટ ફેંકયું અને પછી જીતી લોન્‍ગેસ્‍ટ મેચઃ ૩ કલાક ૩૨ મિનિટ સુધી મેચ ચાલ્‍યો

નવી દિલ્‍હીઃ અમેરિકામાં માયામી ઓપન ટેનિસ સ્‍પર્ધાના પ્રથમ રાઉન્‍ડમાં ઇટલીની કેમિલા ગિયોર્ગીએ એસ્‍ટોનિયાની કેઇઆ કેનપીને ૭-૪, ૪-૭,૭-૪થી હરાવીને બીજા રાઉન્‍ડમાં પ્રેવેશ કર્યો હતો ગિયોર્ગી આ સંઘર્ષપૂણ ર્મેચમાં એક સમયે મગજ પરથી કાબૂ ગુમાવી બેઠી હતી.

મેચ દરમ્‍યાન એક પોઇન્‍ટ ગુમાવતા ગુસ્‍સામાં પોતાનું રેકેટ ફેંકી દિધુહતુ઼ જોકે એ પછી તેણે અમ્‍પાયરની માફી માગી લીધી હતી વિમેન્‍સ ટેનિસ એસોસિએશનની વર્તમાન સીઝનનીં આ સૌથી લાંબી મેચ ૩ કલાક ૩૨ મિનિટ સુધી ચાલી હતી

(4:20 pm IST)