Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

હાર્દિક પંડ્યાના ઘરમાં જીમથી લઇને થિયેટર સુધીની સુવિધા

હાર્દિક પંડ્યાના પેન્ટહાઉસમાં ઘણો મોટો ગેસ્ટ રૂમ છે : હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને મુવી જોવાનો ઘણો શોખ છે, આ કારણ છે કે તેના ઘરમાં પ્રાઇવેટ થિયેટર પણ છે

મુંબઈ, તા.૨૩: છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઇન્ડિયા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની શાનદાર રમતથી ઘણું નામ કમાયું છે. આ સાથે જ તેની સંપત્તીમાં પણ ઘણો વધારો થયો છે. આ કારણથી તેણે વડોદરામાં ૬,૦૦૦ સ્ક્વેરફીટનું પેન્ટહાઉસ ખરીદ્યુ હતું. તેના આ એપાર્ટમેન્ટમાં ઘણી સુવિધાઓ છે. હાર્દિક પંડ્યાનો બેડરૂમ ખુબ જ શાનદાર છે જે મોર્ડન ફેસિલિટીથી સજ્જ છે. અહીં તેની કેટલીક તસવીરો છે. જેને તેણે પોતાની સાથે ખેલાડીઓની સાથે ક્લિક કરી હતી. હાર્દિક પંડ્યાના પેન્ટહાઉસમાં ઘણો મોટો ગેસ્ટ રૂમ છે. અહીં આરામદાયક સોફા અને એક મોટી ટીવી સ્ક્રીન પણ છે. હાર્દિક પંડ્યાએ પોતાના ધરમાં અલ્ટ્રા મોડર્મ લિવિંગ રૂમ બનાવ્યો છે જ્યાં તે નવરાશની પળો વિતાવે છે. આ વાત તો જગજાહેર છે કે, હાર્દિક પંડ્યા અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યાને મુવી જોવાનો ઘણો શોખ છે. આ કારણ છે કે, તેના ઘરમાં પ્રાઇવેટ થિયેટર પણ છે. હાર્દિક પંડ્યા ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ કારણ છે કે, તેણે પોતાના ઘરમાં મોર્ડન જીમ બનાવ્યું છે.

(3:59 pm IST)