Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

શ્રેયસ ઐયર લેન્કેશર કાઉન્ટી વતી રમશે

 શ્રેયર ઐયર રૉયલ લંડન કપમાં લેન્કેશર માટે રમતો જોવા મળશે. ૨૦૨૧માં શ્રેયર ઐયર રૉયલ લંડન કપમાં લેન્કેશર માટે રમતો જોવા મળશે. આ ટુર્નામેન્ટ માટે તે ૨૦૨૧ની ૧૫ જુલાઈએ ઓલ્ડ ટ્રેફર્ડ પહોંચશે. જોકે એવી પણ ધારણા વ્યકત કરવામાં આવી રહી છે કે શ્રેયસ આવનારા સમયમાં ઇંગ્લૅન્ડમાં રમાતી કાઉન્ટી ક્રિકેટ પણ રમી શકે છે, જેને લીધે તેને ટેસ્ટ ટીમમાં મિડલ ઑર્ડરમાં રમવામાં મદદ મળી શકે છે. હાલની તારીખમાં ભારતીય ટેસ્ટ ટીમ પાસે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.

(3:58 pm IST)