Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

કૃણાલ અને ક્રિષ્નાનું ડેબ્યુ : ટીમ ઈન્ડિયા - ૬૪/૧

ભારત - ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે મુકાબલો શરૂ : રોહિત ૨૮ રને આઉટ : ધવન ૩૪ રને દાવમાં

નવી દિલ્હી : ટેસ્ટ અને ટી-૨૦ સીરીઝ જીતી લીધા બાદ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની વન-ડે સીરીઝનો પ્રારંભ થયો છે. ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને દાવ આપતા આ લખાય છે ત્યારે ભારતે ૧૫ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી ૬૪ રન બનાવી લીધા છે.

આજના પ્રથમ ડે એન્ડ નાઈટ વન-ડે મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ કૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ડેબ્યુ કરાવ્યો છે. ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને દાવ આપતા બંને ઓપનરોએ સારી શરૂઆત કરી હતી, પરંતુ રોહિત શર્મા અંગત ૨૮ રને બેન સ્ટોકસની બોલીંગમાં જોશ બટલરને કેચ આપી બેઠો હતો.

આજના મુકાબલામાં પંતને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને વિકેટકીપર તરીકે લોકેશ રાહુલને લેવામાં આવ્યો છે. આજના મેચમાં ગુજરાતના બંને ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા રમી રહ્યા છે.

ભારતીય ટીમ આ મુજબ છે. : રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને કુલદીપ યાદવ.

(3:57 pm IST)