Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વિશ્વ દોડવીર પાવેલને ના મળી કોમનવેલ્થ ગેમની ટીમમાં જગ્યા

નવી દિલ્હી: પૂર્વ 100 મીટર વિશ્વ દોડવીર અસાફા પાવેલને આવતા મહિને ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ માટે જમૈકાની રાષ્ટ્રીય ટીમમાં જગ્યા  નથી મળી.

જમૈકાના એથ્લેટીક્સ સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે પાવેલ અત્યારે ફિટ નથી જેના કારણે તેને ટીમમાં જગ્યા નથી આપી. વર્ષ 2006માં ઓસ્ટ્રેલિયામાં થયેલ કોમનવેલ્થ ગેમમાં પાવેલે 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. તેને ગોલ્ડ કોસ્ટમાં પણ દોડમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

(4:54 pm IST)