Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

એશિયન સ્પર્ધા : ભવ્ય દેખાવ સાથે જીતેન્દ્રની આગેકૂચ થઇ

સુશીલના ઓલિમ્પિક અભિયાનને ફટકો પડ્યો : ચેમ્પિયનશીપમાં ૭૪ કિલોગ્રામના વર્ગમાં જીતેન્દ્રએ બે-બે ટાર્ગેટ પર ભવ્ય જીત મેળવી : જીતેન્દ્રની આશા ઉજળી

નવી દિલ્હી, તા. ૨૩ : એશિયન ચેમ્પિયનશીપમાં ૭૪ કિલોગ્રામ વેઇટ વર્ગમાં પોતાના મેડલને નક્કી કરનાર રેસલર જીતેન્દ્રએ આ વર્ગમાં કુશ્તીના રોમાંચને વધારી દેવામાં સફળ રહ્યો છે. ભલે એશિયન ચેમ્પિયનશીપમાં ઓલિમ્પિક ક્વોલીફાઈ માટે કોઇ ક્વોટા નથી પરંતુ જીતેન્દ્રના મેડલથી બે વખતના ઓલિમ્પિક વિજેતા ખેલાડી સુશીલકુમારની ટોકિયો જવાની આશાને ફટકો આપી દીધો છે. ડબલ્યુએફઆઈએ કહ્યું છે કે, નિયમ મુજબ એશિયન ચેમ્પિયનશીપમાં પદક જીતનાર રેસલરને જ ઓલિમ્પિકમાં તક આપવામાં આવશે. આ ચેમ્પિયનશીપમાં ચંદ્રક જીતનાર રેસલરને ઓલિમ્પિક ક્વાલીફાઇંગ ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળશે. ૭૪ કિલોગ્રામ વર્ગમાં સુશીલ અને જીતેન્દ્ર રમે છે. જીતેન્દ્રએ ચંદ્રક મેળવી લીધા બાદ સુશીલને મોટો ફટકો પડ્યો છે. ચેમ્પિયનશીપમાં ખેલાડીઓના દેખાવ સંતોષજનક રહ્યા છે પરંતુ હવે ભારતીય ટીમમાં કેટલીક દુવિધાઓ ઉભી થઇ ગઇ છે.

          આ વેઇટ કેટેગરીમાં બંને રેસલરની વચ્ચે ખેંચતાણની બાબતો વારંવાર સપાટી પર આવતી રહે છે. જીતેન્દ્ર ઉપરાંત આજે યોજાયેલી સ્પર્ધામાં ૬૧ કિલોગ્રામમાં રાહુલ અવારે, ૯૨ કિલોગ્રામમાં દિપક પુણિયાને  સેમિફાઇનલમાં જ્યારે ૮૬ કિલોગ્રામમાં સોમવીરને પ્રથમ રાઉન્ડમાં જ હાર મળી છે જ્યારે ૧૨૫ કિલોગ્રામ વર્ગમાં સત્યેન્દ્ર બીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ ચુક્યો છે. એશિયન ચેમ્પિયનશીપમાં રોમાંચકતા વધી ગઈ છે. જીતેન્દ્ર ફાઈનલમાં પહોંચતા સુશીલના ઓલિમ્પિક અભિયાનને ફટકો પડ્યો છે. એકબાજુ જીતેન્દ્રએ એશિયન કુશ્તીમાં ચંદ્રક પાકો કર્યો છે. બીજી બાજુ ઓલિમ્પિક ક્વાલીફાઇંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો રસ્તો પણ સાફ થયો છે.

(8:00 pm IST)