Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

અમિતાભ બચ્ચન પરિવારની IPLમાં અેન્‍ટ્રી ? રાજસ્થાન રોયલ્સના કો-ઓનર સાથે અભિષેક બચ્ચનની મુલાકાત

મુંબઈ: બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારે IPL ટીમમાં ભાગીદારી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રિપોર્ટ પ્રમાણે, અગાઉ બચ્ચન પરિવારચેન્નાઈ સુપર કિંગ્સસામે ભાગીદારી ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ વાત ફાઈનલ થઈ. ત્યાર બાદ પ્રથમ સીઝનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સનો સંપર્ક કર્યો.

એબી કોર્પના CEO રમેશ પુલકપ્પાએ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, “હા, અભિષેક બચ્ચને લંડનમાં મનોજ બદાલે સાથે મુલાકાત કરી છે.” મનોજ બદાલે રાજસ્થાન રોયલ્સના કો-ઓનર છે. ગયા અઠવાડિયે PTIમાં પ્રકાશિત એક રિપોર્ટમાં ઉલ્લેખ હતો કે, રાજસ્થાન રોયલ્સ પોતાની 50 ટકા ભાગીદારી વેચવા માગે છે. ત્યારે બચ્ચન પરિવારે ભાગીદારી ખરીદવાની ઈચ્છા દર્શાવતા વાતની પુષ્ટિ થઈ છે.

જો બચ્ચન પરિવાર રાજસ્થાન રોયલ્સમાં ભાગીદારી ખરીદવામાં સફળ રહેશે તો આઈપીએલની ટીમમાં ભાગદારી ધરાવતો બીજો પરિવાર બનશે. પહેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા પાસે ટીમની ભાગીદારી હતી. જો કે સ્પોટ ફિક્સિંગમાં દોષી સાબિત થતાં ટીમની ભાગીદારી છોડવી પડી.

જો બચ્ચન પરિવાર રાજસ્થાન રોયલ્સમાં ભાગીદારી ખરીદવામાં સફળ રહેશે તો બોલિવુડ અને ક્રિકેટનો સંબંધ વધુ મજબૂત થશે. બોલિવુડના કિંગ શાહરૂખ ખાન અને જૂહી ચાવલા પાસે કોલકાતા નાઈટ રાઈડર્સમાં ભાગ છે. તો પ્રીતિ ઝિંટા કિંગ્સ ઈલેવન પંજાબની સહ-માલકણ છે.

બચ્ચન પરિવાર પાસે પહેલા દેશના અન્ય સ્પોર્ટ્સ લીગમાં ભાગીદારી છે. પ્રો-કબડ્ડી લિગની પહેલો ખિતાબ જીતનારી પિંક પેન્થર્સ ટીમના માલિક બચ્ચન પરિવાર છે. ઈન્ડિયન સુપર લીગમાં ચન્નઈયન FCમાં પણ ભાગીદારી ધરાવે છે. જો કે ટીમમાં ભાગીદારી મેળવવા અન્ય લોકો પણ મીટ માંડીને બેઠા છે.

(4:48 pm IST)