Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

જેકબ માર્ટીનની સારવાર માટે કૃણાલ પંડ્યાએ આપ્યો બ્લેન્ક ચેક

હોસ્પિટલનું બિલ ૧૧ લાખ થઈ ચૂકયુ છે સર તમને જે રકમ યોગ્ય લાગે તે ભરી દો

હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે લડાઈ લડી રહેલા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર જેકબ માર્ટીનની ટ્રીટમેન્ટ માટે ભારતના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ બ્લેન્ક ચેક આપીને એક ઉદાહરણ કાયમ કર્યુ છે. તેણે બરોડામાં ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધિકારી સંજય પટેલના હાથમાં ચેક આપતા કહ્યું, સર તમને જે રકમ યોગ્ય લાગે એ ભરી દો, પણ એક લાખથી ઓછી ન ભરતા ભારત વતી ૧૦ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમનાર વડોદરાના માર્ટીનની તબિયત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હેઠળ રાખવામાં આવ્યો છે. રૂપિાયના અભાવે તેની ફેમીલીએ ક્રિકેટ બોર્ડ અને એસોસીએશન પાસે આર્થિક મદદ માગી હતી. ગયા મહિને રોડ એકિસડન્ટમાં તેને ગંભીર ઈજા થઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સે પણ ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.

(3:29 pm IST)