Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

નૈરોબીમાં અંડર ૧૯ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોંડલના યુવાન કપ્તાની કરશે

ગોંડલ, તા.૨૨: આજે તા. ૨૨ જાન્યુઆરીથી તા. ૮ ફેબ્રુઆરી દરમ્યાન નૈરોબી ખાતે અંડર ૧૯ યુએઈ આફ્રિકા ૨૦૧૯ ટુર્નામેન્ટ યોજાનાર છે, ત્યાં ૧ ટેસ્ટ, ૫ વનડે અને ૨ ટી ૨૦ મેચ રમનાર છે જેમાં ધવલ ઇન્ટરનેશનલ સ્પોટ્ર્ હોસ્ટેલ, પુજારા સ્કૂલ ઓફ ક્રિકેટ ટીમની પસંદગી થવા પામી છે, આ ટીમનું કેપ્ટન પદ આફતાબ હાજી અશરફભાઈ સપા દ્વારા કરવામાં આવનાર છે, કેપ્ટન આફતાબ ગોંડલના એચ એચ રોડવેઝ વાળા હાજી અસરફભાઈના પુત્ર છે અને તેઓ આ ટુર્નામેન્ટમાં કેપ્ટનની સાથે લેફ્ટ આર્મ સ્પિનરની ભૂમિકા ભજવનાર છે આ ઉપરાંત તેઓ ઓલરાઉન્ડર પર્ફોમન્સ કરતા હોય અનેકો ઈનામ જીતી ચૂકયા છે તેઓની આ ટુર્નામેન્ટ માટે સગા-સ્નેહીઓ અને મિત્રો શુભેચ્છા પાઠવી રહ્યા છે.(૨૨.૭)

 

(11:36 am IST)