Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

મોસ્કોમાં 2018ના ફિફા વિશ્વકપ પહેલા જ હોટેલો 78 બુક

નવી દિલ્હી:આગામી વર્ષે યોજાનાર ફીફા વિશ્વકપ માટે મોસ્કોની હોટલોમાં ૭૮ ટકા બુકિંગ અત્યારથી થઈ ગયુ છે. મોસ્કોમાં રમત અને પર્યટન વિભાગના અધ્યક્ષ નિકોલે ગુલેયાએવે જણાવ્યુ કે ૩ સપ્તાહ પહેલા આ આંકડો માત્ર ૧૦ ટકા ઓછો હતો
નિકોલે જણાવ્યુ કે, હું એ વાતનુ અનુમાન નહીં લગાવુ કે આ આંકડો કેવી રીતે વિદેશી અને રશિયાના પ્રશંસકો વચ્ચે વિભાજિત છે. જોકે, જોવામાં આવે તો મોટાભાગે રશિયન પ્રશંસકો છે. આગામી વર્ષે ફીફા વિશ્વકપ માટે ૭૫ ટકા હોટલો બુક થઈ ગયા છે અને ત્રણ સપ્તાહ પહેલા વિશ્વકપના ડ્રો પહેલા આ આંકડો માત્ર ૧૦ ટકા ઓછો હતો. આપને જણાવી દઈએ કે, એક સ્ટાર હોટલના રુમનુ ભાડુ ૫ હજાર રુબલ્સ (૮૫ ડોલર) છે જ્યારે ફાઈવ સ્ટાર હોટલનુ ભાડુ ૫૦,૦૦૦ રુબલ્સ (૮૫૦ ડોલર) છે
નિકોલે જણાવ્યુ કે, વર્તમાનમાં મોસ્કોમાં ૧,૧૮૩ હોટલો બુકિંગ માટે ઉપલબ્ધ છે. આગામી વર્ષે વધુ હોટલોના પ્રસ્તાવ હશે. અમે આની કિંમતો પર નજર રાખી રહ્યા છીએ. મહત્વનુ છે કે, આગામી વર્ષે ફીફા વિશ્વકપ ટૂર્નામેન્ટનુ આયોજન રશિયામાં થવાનુ છે. આ મેચ ૧૪ જુનથી ૧૫ જુલાઈ સુધી રશિયાના ૧૧ શહેરોમાં રમાશે
 

(7:29 pm IST)