Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પોલ પોગ્બા આવતા વર્ષથી જાન્યુઆરી સુધી ક્લબ છોડી દેશે તેવી શક્યતા

ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ તરફથી રમી રહેલ પોલ પોગ્બા આવતા વર્ષથી જાન્યુઆરી સુધી ક્લબ છોડી દેશે તેવી શક્યતાઓ જાણવા મળી છે

   એક રિપોર્ટ અનુસાર પોગ્બાએ ઈટલીની ક્લબ યુવેન્ટસ તરફથી રમશે. થોડા દિવસ પહેલા ઈટલીમાં ચેમ્પિયન્સ લીગની એક મેચ દરમ્યાન પોગ્બાનું મેદાન પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આશા છે કે તે જાન્યુઆરી સુધી યુવેન્ટસ ક્લબ સાથે જોડાઈ શકે છે.

  યુનાઈટેડના કોચ મોરિન્હો અને પોગ્બા વચ્ચે વિવાદ થયાના સમાચારો આવતા રહ્યા. પોગ્બાએ હાલમાં ઈપીએલ સીઝનમાં 3 ગોલ કર્યા છે.

(12:59 am IST)